01 December, 2022 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ
સાઉથ કોરિયન યુટ્યુબર (Korean YouTuber)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીના વિરોધ બાદ પણ એક છોકરો તેનો હાથ પકડીને તેને લિફ્ટ આપી રહ્યો છે. આ વીડિયો મુંબઈના ખાર વિસ્તારનો છે. વીડિયો શૅર કરનારે ટ્વિટર હેન્ડલ પર દાવો કર્યો છે કે યુવતી દક્ષિણ કોરિયાની છે અને ખાર વિસ્તારમાં લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી છે. આ ઘટના લગભગ રાત્રે 8 વાગ્યે બની હતી.
કોરિયન યુવતીના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન બની ઘટના
પોલીસે (Mumbai Police) જણાવ્યું કે “મુંબઈમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન કોરિયન યુવતીને હેરાન કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઑનલાઈન શૅર કરાયેલા વીડિયોમાં એક આરોપી કોરિયન યુટ્યુબરને ખારમાં હાથ પકડીને ખેંચતો જોવા મળ્યો હતો. છોકરો સ્કૂટી લઈને પાછો ફરે છે અને તેની સાથે બીજો છોકરો પણ બેઠો છે. યુવતીનો પીછો કરીને તેણે લિફ્ટ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતી કહે છે કે “મારું ઘર નજીકમાં છે. મારે લિફ્ટ નથી જોઈતી.”
વીડિયોને રીટ્વીટ કરીને કહ્યું કે તેણે આ મામલાને આગળ ન વધારવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે આરોપી અન્ય વ્યક્તિ સાથે હતો. તેણે ટ્વિટર પર લખ્યું કે, “ગઈકાલે રાત્રે હું સ્ટ્રીમિંગ કરી રહી હતી, ત્યાં એક વ્યક્તિ હતી જેણે મને હેરાન કરી.
મુંબઈ પોલીસે વીડિયોને આધારે આ મામલે યૌનશોષણનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: લોનાવલા માટે કૅબ બુક કરાવવા જતાં ૧.૪૯ લાખ રૂપિયા ગુમાવ્યા