27 March, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી બસમાં આગ લાગી, ૩૦ પ્રવાસીઓ બચી ગયા
કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી એક ખાનગી બસ મંગળવારે પરોઢિયે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર શિરગાંવ પાસે સળગી ઊઠી હતી. સદ્ભાગ્યે બધા જ પ્રવાસીઓ સમયસર ઊતરી જતાં કોઈને ઈજા થઈ નહોતી. શિરગાંવ પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈ જઈ રહેલી આ બસના ડ્રાઇવરે લેફ્ટ સાઇડથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ડાબી બાજુએ બૅરિકેડ્સ તોડીને ગટર પાસે ઊભી રહી ગઈ હતી. એ વખતે બૅરિકેડ્સ સાથે થયેલા ઘર્ષણને કારણે બસમાં આગ ફાટી નીકળી હતી. બસ ઊંધી ન વળી હોવાથી બસમાં પ્રવાસ કરી રહેલા ૩૦ જેટલા લોકો તરત જ નીચે ઊતરી ગયા હતા. ત્યાર બાદ આખી બસ સળગી ઊઠી હતી. ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક બસ ચલાવીને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.’