09 April, 2024 09:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડાબેથી કોકિલાબેન અંબાણી, આદિત્ય ગઢવી, નીતા અંબાણી અને મુકેશ અંબાણી
Aditya Gadhvi Most Memorable show: 7 એપ્રિલ 2024ના રોજ ખલાસી ફેમ જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીનો મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સૌથી પહેલો શૉ થયો. આ શૉ વિશેની પોતાની કેટલીક મહત્વની ક્ષણો વિશે આદિત્ય ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખાસ નોટ લખી છે. જાણો તેમણે એવું શું લખ્યું...
Aditya Gadhvi Most Memorable show: આદિત્ય ગઢવીએ તાજેતરમાં મુંબઈમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પોતાનો પહેલો શૉ રજૂ કર્યો. આ શૉમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત કોકિલબેન અંબાણીનું નામ પણ સામેલ છે. આદિત્ય ગઢવીએ પોતાના કૉન્સર્ટ દરમિયાન મોર બની થનગાટથી માંડીને પોતાનું લોકપ્રિય બનેલું ખલાસી ગાન પણ ગાઈ સંભળાવ્યું. આ કૉન્સર્ટ બાદ આદિત્ય ગઢવીએ કોકિલાબેન અંબાણી, નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથેની પોતાની તસવીર શૅર કરી છે અને આ તસવીરની સાથે જ તેમણે ખાસ નોટ પણ લખી છે.
અહીં જુઓ આ પોસ્ટ
આદિત્ય ગઢવીએ તસવીર સાથેની નોટમાં ખાસ લખ્યું છે કે, "અંબાણી પરિવારે જે મારું સન્માન કર્યું અને પ્રેમ આપ્યો એના માટે હું ઋણી છું. સામાન્ય રીતે મુકેશભાઇ અંબાણી ઓછા કાર્યક્રમોમાં જાય છે એવું મને જાણવા મળ્યું, પણ અમારા Concertમાં છેક સુધી બેઠા અને અંતે Concert પછી મને ખાસ શુભેચ્છાઓ આપવા આવ્યા અને મારો Birthday celebrate કર્યો. Mrs. Neetaben Ambani makes each and every artist feel like they are at home.
મુંબઇમાં મારા પહેલા concertને આટલો અદ્ભુત પ્રતિસાદ આપી સાંભળવા આવેલા બધા જ શ્રોતાઓનો દિલથી આભાર. હું એટલું જ કહીશ કે, “મુંબઇ મેં યે તો બસ શુરુઆત હૈ!”
It was one of the most memorable day of my life. Means a lot. Thank you @nmacc.india ???✨"
સામાન્ય રીતે મુકેશ અંબાણી ખૂબ જ ઓછા કાર્યક્રમોમાં જાય છે અને તેમ છતાં તેઓ ગુજરાતના લાડીલા ગાયક આદિત્ય ગઢવીના કૉન્સર્ટમાં છેક સુધી બેઠા અને કૉન્સર્ટ પૂરો થયાં બાદ આદિત્ય ગઢવીને શુભેચ્છા આપવા પોતે ગયા, એટલું જ નહીં આદિત્ય ગઢવીના જન્મદિવસની કેક પણ કાપી. આદિત્ય ગઢવીએ પોતાનો અનુભવ શૅર કરવાની સાથે એ પણ કહ્યું કે અંબાણી પરિવાર અને નીતા અંબાણી દરેક કલાકારને તેમના ઘર જેવો અનુભવ કરાવે છે, આ તેમની ખાસિયત છે જે તેમને ખૂબ જ પોતીકા બનાવે છે. (Aditya Gadhvi Most Memorable show)
આ કૉન્સર્ટ દરમિયાન `નાગર નંદજીના લાલ`, `ખલાસી`, `મળવા તે ના`વો શામાટે`થી લઈને `મોર બની થનગાટ કરે` સુધી ઑડિયન્સને પોતાના તાલે ડોલતા કરી મૂકનાર આદિત્ય ગઢવી માટે નીતા મુકેશ અંબાણીએ ખાસ એક વાત કહી છે જે છે, "આદિત્ય તમારા સંગીતનો જાદુ NMACCમાં રજૂ કરવા બદલ આભાર. હવે અમે તમને ગોતી લીધા છે. તમારો જાદુઈ અવાજ, તમારી એનર્જી, તમારો જુસ્સો અને અદ્ભૂત કલા અને આ બધાથી તમે ગુજરાતને સંગીતની એક અનોખી ઊંચાઈ પર લઈ ગયા છો. આપણાં દેશનું ગૌરવ પ્રાપ્ત હો. અને આપણી સંસ્કૃતિ આખા વિશ્વના આકાશમાં ચમકી ઊઠશે. આદિત્ય ખરેખર તમે અમારા તમામ ગુજરાતીઓનો ગૌરવ છો."
નોંધનીય છે કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરને એક વર્ષ પૂરું થવા નિમિત્તે નીતા અંબાણીએ એક ખાસ સ્પીચ આપી. જેમાં તેમણે કહ્યું કે, "જાણે હજી ગઈ કાલની જ વાત છે જ્યારે આ કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન થયું અને હજી તો ઔર રંગત જામવાની બાકી છે અને હા, હું આપને ખાત્રી આપું છું કે આ તો માત્ર શરૂઆત છે. હજી તો નવા શિખર સર કરીશું, સાથે નવા મુકામ હાંસલ કરીશું."