17 August, 2024 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૅમ્પુ અને લોશનની બૉટલ
ડિરક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ શુક્રવારે નાઇરોબીથી આવેલી કેન્યાની એક મહિલાની ૨૦ કરોડ રૂપિયાનું કોકેન સ્મગલિંગ કરવાના આરોપસર ઍરપોર્ટ પર ધરપકડ કરી હતી. આ કોકેન ભારતમાં ઘુસાડવા માટે નવી જ કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી હતી. લિક્વિડ કોકેન તૈયાર કરવામાં આવ્યું હતું અને એને શૅમ્પૂ અને લોશન જેવું બનાવીને શૅમ્પુ અને લોશનની બૉટલમાં પૅક કરવામાં આવ્યું હતું જેથી મહિલા પર શંકા ન જાય. મહિલાનું લગેજ ચેક કરતાં એ બૉટલ મળી હતી, જેમાં ૧૯૮૩ ગ્રામ કોકેન હતું. કેન્યાની મહિલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. DRIએ હવે તેણે એ કોકેન ક્યાંથી મેળવ્યું અને તેની ડિલિવરી કોણ લેવાનું હતું એની તપાસ હાથ ધરી છે.