હોર્ડિંગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાં મામા-મામીના અંતિમ સંસ્કારમાં કાર્તિક આર્યને હાજરી આપી

18 May, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ ચંસોરિયા ઍર ટ્રાફિક કન્ટ્રોલના અધિકારી હતા અને હાલમાં જ નિવૃત્ત થયા હતા

કાર્તિક આર્યન

ઘાટકોપરની હોર્ડિંગ દુર્ઘટનામાં સૌથી છેલ્લે બુધવારે મધરાતે હોર્ડિંગના કાટમાળ નીચેથી એક કાર મળી આવી હતી જેમાં એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ હતા જેમને બહાર કાઢીને હૉસ્પિટલ લઈ જવાયા હતા. તેમની ઓળખ થયા બાદ તેઓ ૬૦ વર્ષના મનોજ ચંસોરિયા અને તેમનાં પત્ની ૫૯ વર્ષનાં અનીતા ચંસોરિયા હોવાનું જણાયું હતું. બૉલીવુડ-ઍક્ટર કાર્તિક આયર્નનાં તેઓ મામા-મામી છે. ગઈ કાલે તેમના અંતમિ સંસ્કાર સહાર સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા ત્યારે કાર્તિકે હાજરી આપી હતી.

મનોજ ચંસોરિયા ઍર ટ્રાફિક કન્ટ્રોલના અધિકારી હતા અને હાલમાં જ નિવૃત્ત થયા હતા. તેમનો ​દીકરો યશ અમેરિકા રહે છે. સોમવાર સાંજથી જ તેનો કૉન્ટૅક્ટ માતા-પિતા સાથે નહોતો થઈ રહ્યો એટલે યશે તેના મુંબઈ રહેતાં સગાંઓને જાણ કરી હતી. બુધવારે તેમની કાર કચડાયેલી હાલતમાં મળી આવ્યા બાદ ગુરુવારે તેમની ઓળખ થઈ શકી હતી. એવું જાણવા મળ્યું હતું કે માતાપિતા બન્ને તેમના દીકરા યશ પાસે અમેરિકા જવાનાં હતાં અને વીઝાની પ્રોસેસ માટે મુંબઈ આવ્યાં હતાં. તેઓ જબલપુર જઈ રહ્યાં હતાં અને પેટ્રોલ ભરાવવા ઊભાં રહ્યાં હતાં.

mumbai news mumbai kartik aaryan ghatkopar