31 August, 2022 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કમાલ રશિદ ખાન
ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ આર ખાન (KRK) મંગળવારે બે વર્ષ પછી ભારત આવ્યા હતા. જે બાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. એક વિવાદાસ્પદ ટ્વીટને કારણે FIRના સંબંધમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ હવે એવા અહેવાલ છે કે કેઆરકેની જેલમાં તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મંગળવારે સાંજે કેઆરકેને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો, જેના પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હવે તે દાખલ છે.
KRK 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે
મંગળવારે મુંબઈ પોલીસે કમલ આર ખાન (કેઆરકે)ની ધરપકડ બાદ બોરીવલી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ન્યાયિક કસ્ટડી મેળવ્યા પછી, તેણે સાંજના થોડા સમય પછી પીડા થવા લાગી હતી. હાલ તે મુંબઈના કાંદિવલી વિસ્તારની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ છે.
નોંધનીય છે કે કેઆરકે તેના વિવાદાસ્પદ નિવેદનો અને મજાક ઉડાવતા ટ્વિટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષ 2020માં દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાનના અવસાન બાદ તેણે કેટલીક અપમાનજનક ટ્વિટ કરી હતી. જે બાદ તેની સામે મુંબઈમાં FIR દાખલ કરવામાં આવી હતી. તે દુબઈમાં રહે છે અને મંગળવારે બે વર્ષ પછી ભારત આવ્યો ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો હતો.