midday

KRKની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ, વર્ષ 2020માં કર્યુ હતું વિવાદાસ્પદ ટ્વિટ

30 August, 2022 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કમાલ રાશિદ ખાનની 2020માં વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ મુંબઈની મલાડ પોલીસે ધરપકડ કરી છે.
કમાલ રશિદ ખાન

કમાલ રશિદ ખાન

કમાલ રાશિદ ખાનની 2020માં વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ મુંબઈની મલાડ પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને આજે એટલે કે મંગળવારે બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. KRK પોતાની ટ્વિટને કારણે વિવાદોમાં ફસાઈ ગયો છે. નોંધનીય છે કે મલાડ પોલીસ સ્ટેશનમાં ટીકાકાર અને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે KRK મુશ્કેલીમાં મુકાયો હોય. તે અવારનવાર પોતાના વિવાદાસ્પદ ટ્વીટ દ્વારા હેડલાઇન્સમાં રહે છે. કેઆરકે હંમેશા કોઈપણ ફિલ્મ અને કલાકારો પર ટિપ્પણી કરતો રહે છે. તે મુક્તપણે બોલિવૂડને નિશાન બનાવતો રહે છે. એટલું જ નહીં તેણે આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારને પણ સારા-ખરાબ કહ્યા છે.

આ પહેલીવાર નથી કે જ્યારે KRK કાનૂની મુશ્કેલીમાં હોય. આ પહેલા પણ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બોલિવૂડના દબંગ ખાને તેની સામે કેસ દાખલ કર્યો હતો. કેઆરકેએ સલમાન ખાનની ફિલ્મ રાધેનો નેગેટિવ રિવ્યૂ આપ્યો હતો, એટલું જ નહીં, તેણે અભિનેતા પર અંગત ટિપ્પણી પણ કરી હતી, જેના પછી દબંગ ખાને તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કેઆરકેએ તાજેતરમાં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો પણ ખૂબ જ નેગેટિવ રિવ્યૂ આપ્યો હતો. આ સિવાય તેણે આમિર ખાન પર પણ નિશાન સાધ્યું હતું. કમાલ આર ખાને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2005માં ફિલ્મ `સિતમ`થી કરી હતી.

mumbai news kamaal r khan mumbai airport