07 January, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાણે આશિષ (નીચે ડાબે), આશિષ રાજે (ઉપર જમણે), સતેજ શિંદે (નીચે ડાબે), અતુલ કાંબળે (નીચે જમણે) તસવીર : શાદાબ ખાન
મુંબઈ મરાઠી પત્રકાર સંઘ દ્વારા ગઈ કાલના પત્રકાર દિને ‘મિડ-ડે’ના ચાર ફોટોગ્રાફર (ડાબેથી) આશિષ રાજે, અતુલ કાંબળે, રાણે આશિષ અને સતેજ શિંદેને તેમણે ક્લિક કરેલા અસાધારણ ફોટોને મરાઠી પત્રકાર સંઘના કૅલેન્ડરમાં સ્થાન મળવા બદલ અવૉર્ડ આપવામાં આાવ્યો હતો. રાણે આશિષના કોસ્ટલ રોડના, આશિષ રાજેના બાંદરાના બૅન્ડ સ્ટૅન્ડ પર ભરતીના સમયે સેલ્ફી લઈ રહેલી યુવતીઓના, સતેજ શિંદેના વર્સોવામાં બામ્બુ પર લગાવવામાં આવેલી સૂકી માછલીઓ ભેગી કરી રહેલી માછીમાર મહિલાના અને અતુલ કાંબળેના ચોમાસામાં દાદરના શિવાજી પાર્ક મેદાનમાં કસરત કરી રહેલા યુવાનોના ફોટોને કૅલેન્ડરમાં સ્થાન મળ્યું છે.
૧૮૩૨ની ૬ જાન્યુઆરીએ એ સમયના બૉમ્બેમાં બાળશાસ્ત્રી જાંભેકરે ‘દર્પણ’ નામનું પહેલું મરાઠી અખબાર શરૂ કર્યું હતું. તેમના માનમાં રાજ્ય સરકાર દર વર્ષે છઠ્ઠી જાન્યુઆરીએ પત્રકાર દિવસ મનાવે છે.