17 March, 2023 09:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai) ઉપનગરીય રેલવે લાઈન પર લાંબા અંતરની ટ્રેનોના વધતા લોડને જોતા કેટલાક હજી ટર્મિનસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. CSMT, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ પરથી હાલ લાંબા પ્રવાસના અંતરની ગાડીઓ છોડવામાં આવે છે. આની સાથે જ બાન્દ્રા અને બોરીવલીમાં પણ લાંબા અંતરની ગાડીઓને રોકવામાં આવે છે. જો કે, હવે આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે જોગેશ્વરી ટર્મિનસને વર્ષ 2024માં જૂન મહિના સુધી શરૂ કરવામાં આવી શકે છે. (Jogeshwari Terminus may be ready by June 2024)
CSMT, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ પર વધતા પ્રવાસી દબાણને કારણે મુંબઈ ઉપનગરમાં એક વધુ ટર્મિનસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પછી જોગેશ્વરીમાં ટર્મિનસ પ્રસ્તાવને પણ 2019માં અને પછી 2021માં રેલવે બૉર્ડ પાસેથી સ્વીકૃતિ મળી. જોગેશ્વરી ટર્મિનસ 69 કરોડ રૂપિયાના ખર્ચ સાથે બનાવવામાં આવશે અને બે તરફ 24 કાર ટ્રેનોને પણ સમાયોજિત કરવામાં સક્ષમ હશે જ્યાં ટ્રેનનો પ્રવાસ પૂરો થશે. (Mumbai Local Train News)
આ પણ વાંચો : ચૂંટણી વર્ષમાં અશોક ગેહલોતની જાહેરાત, રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની ઘોષણા
આ સ્ટેશનો પર થઈ રહ્યું છે વધારાનું કામ
અંધેરી, બાન્દ્રા ટર્મિનસ, બેલાપુર, બોરીવલી, ભાઈખલા, ચર્નીરોડ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ચિંચપોકલી, દાદર, દિવા, ગ્રાન્ટ રોડ, જોગેશ્વરી, કલ્યાણ, કાંજુર માર્ગ, કુર્લા, લોકમાન્ય તિલક ટર્મિનસ, લોઅર પરેલ, મલાડ, મરીન લાઈન્સ, માટુંગા, મુંબઈ સેન્ટ્રલ, મુમ્બ્રા, પરેલ, પ્રભાદેવી, સેન્ડહર્સ્ટ રોડ, શહાડ, ઠાકુર્લી, થાણે, ટિટવાલા, વડાલા રોડ, વિદ્યાવિહાર અને વિક્રોલી જેવા સ્ટેશનો પર પણ પ્રવાસીઓ માટે હજી વધારે સુવિધાઓની પણ શરૂઆત કરવાામં આવી રહી છે. (Mumbai Transports News)