12 September, 2023 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
જેટ ઍરવેઝના નરેશ ગોયલની રિમાન્ડ વધારવાને લઈને થતી સુનાવણીમાં સોમવારે એક ચોંકવાનાર વળાંક, ત્યારે સામે આવ્યો જ્યારે નરેશ ગોયલે પોતાની ફિઝિકલ કન્ડીશનને કારણે EDની અટકમાં થયેલી મુશ્કેલીઓ વિશે વિસ્તારપૂર્વણ જણાવવાનું શરૂ કર્યું. આ વિશે વાત કરતા ગોયલ કૉર્ટમાં ઊભા ઊભા રડી પડ્યા. નરેશ ગોયલે કૉર્ટને કહ્યું, "મને નથી ખબર જે હું નથી જાણતો."
મારી પાસે એજન્સીને જણાવવા માટે કંઈ વધ્યું નથી. હું ખૂબ જ પીડામાં છું. મને સીવિયર જૉઈન્ટ પેઇન છે અને તેને કારણે હું અટક દરમિયાન સૂઈ નથી શક્યો. હું આ પીડા સહન નથી કરી શકતો, હું મારા શરીરને પીડાને કારણે હલાવી પણ નથી શકતો. મને સ્કિન એલર્જી પણ છે. મને અનેક બીમારીઓ છે. મારી બાઇપાસ સર્જરી પણ થઈ ચૂકી છે" જ્યારે નરેશ ગોયલ EDની પોતાની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા કૉર્ટમાં રડવા માંડે તો તેમણે કૉર્ટને અરજી કરી કે તેમને એક પ્રાઈવેટ હૉસ્પિટલમાં એડમિટ થવાની પરવાનગી આપવામાં આવે. આ મામલે કૉર્ટે કહ્યું કે જો કૉર્ટ તેમની રિમાન્ડ વધારવાનો નિર્ણય કરે તો આ બધા પર ધ્યાન આપવામાં આવશે.
ફરી રડી પડ્યા ગોયલ
ગોયલ એકવાર ફરી રડી પડ્યા અને કૉર્ટે કહ્યું કે તેમની પીઠની તકલીફને જોતા તેમને પથારીનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે. આ મામલે સરકારી વકીલે કહ્યું કે એજન્સી તેમને મૂળભૂત વસ્તુઓ અપાવી શકે છે પણ તે આરોપીની ખાસ જરૂરિયાતોની પૂરી કરી શકતી નથી.
ગોયલની લીગલ ટીમે કૉર્ટને અરજી કરી કે તેમના ડૉક્ટરને અટકમાં તેમને મળવા, તેમને એક ગોદડું, તેમના વકીલો અને પરિવારના સભ્યો સાથે દરરોજ મળવાની પરવાનગી આપવામાં આવે.
આંસૂભરી આંખે ગોયલે કૉર્ટને અરજી કરી કે તેમને પોતાની પત્નીને ફોન કરવાની પરવાનગી આપવામાં આવે. તેમણે કૉર્ટને જણાવ્યું કે તેમની પત્નીની કેન્સરની સારવાર ચાલી રહી છે અને તે નરેશ ગોયલને મળવા નહીં આવી શકે કારણકે આમ કરવાથી તેની ઈમ્યુનિટી પ્રભાવિત થઈ શકે છે.
ઈડીના દાવા ફગાવ્યા
નરેશ ગોયલના એડવોકેટ અમિત દેસાઈએ કૉર્ટમાં ચર્ચા દરમિયાન પ્રવર્તન નિદેશાલયના આ દાવાને ફગાવી દીધા કે ગોયલ સહયોગ નથી કરી રહ્યા. એડવોકેટ દેસાઈએ કૉર્ટને જણાવ્યું કે તેમના ક્લાઈન્ટે એજન્સીને બધો જ ડેટા, ડૉરક્યૂમેન્ટ અને બેન્ક ડિટેલ્સ આપી હતી.
તે 9 વખત ED સમક્ષ પણ હાજર થયા હતા. એડવોકેટ દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે, `જેટની બેલેન્સ શીટ પર લોન લેવામાં આવી હતી અને તેનો ઉપયોગ સહારાને હસ્તગત કરવા માટે કરવામાં આવ્યો હતો. તેથી, બેલેન્સ શીટમાં લૉન હશે, પરંતુ તે છેતરપિંડી નથી.
વકીલે કહ્યું, "લોનની રકમના દુરુપયોગના આરોપમાં રાત્રે 10.30 વાગ્યે તેમની ધરપકડ કરવાની કેમ જરૂર પડી? તે રકમ તેના ખિસ્સામાં ગઈ નથી. આનો ઉપયોગ તેમણે પોતાના સ્ટાફને પગાર ચૂકવવા માટે કર્યો. આ મની લોન્ડરિંગ નથી." આ કોઈ કેસ નથી. આ બધા આક્ષેપો માત્ર દબાણ બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે, બીજું કંઈ નથી. આ કાયદાની કૉર્ટમાં માન્ય નથી. પાયાવિહોણા નિવેદનો કરવામાં આવી રહ્યા છે.
નરેશ ગોયલ પર આરોપો
આ પ્રક્રિયાનો ઉપયોગ લોન રિકવરી માટે કરવામાં આવી રહ્યો હતો, આ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) નથી. તેણે પોતાના કે પરિવારના સભ્યો માટે એક પણ લોન લીધી નથી. રોજિંદા કાર્યોને લગતા પ્રશ્નોના જવાબ આપવામાં તેમની નિષ્ફળતા એ જ્ઞાનના અભાવની બાબત છે, અસહકારની નહીં."
સરકારી વકીલે માંગ કરી હતી કે નરેશ ગોયલે વિદેશી સંસ્થાઓના નામ અને વિગતો જાહેર કરવી જોઈએ જ્યાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગના આરોપમાં 1 સપ્ટેમ્બરની રાત્રે ઈડીએ નરેશ ગોયલની ધરપકડ કરી હતી. તેને 11 સપ્ટેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. સોમવારે તેની કસ્ટડી સમાપ્ત થઈ હતી અને EDએ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.