જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલનાં પત્ની અનિતા ગોયલનું નિધનઃ લાંબા સમયથી હતાં બીમાર

16 May, 2024 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલ (Anita Goyal Passes Away)નું મુંબઈમાં નિધન થયું છે. તે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી

પ્રતીકાત્મક તસવીર

જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલ (Anita Goyal Passes Away)નું મુંબઈમાં નિધન થયું છે. તે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. સારવાર દરમિયાન તેમણે ગુરુવારે સવારે 3 વાગ્યે મુંબઈની એક હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિતા ગોયલના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે.

6 મેના રોજ, બોમ્બે હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં નરેશ ગોયલ (Anita Goyal Passes Away)ને તબીબી અને માનવીય આધાર પર 2 મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા. ગોયલ પરિવારમાં અનિતા ગોયલ પછી તેના પતિ અને બે બાળકો નમ્રતા અને નિવાન ગોયલ છે. નરેશ ગોયલ પણ કેન્સરથી પીડિત છે.

અનિતા ગોયલ જેટ ઍરવેઝની કામગીરી સાથે સંકળાયેલા હતાં

અનિતા ગોયલ (Anita Goyal Passes Away) જેટ એરવેઝના ઓપરેશન્સ સાથે સંકળાયેલા હતા અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતા. વર્ષ 2015માં  તે નોન-ઍક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ બની હતી, પરંતુ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સમાં રહી હતી. આ વર્ષે 14 જાન્યુઆરીએ સ્પેશિયલ કોર્ટે નરેશ ગોયલને તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી હતી. આ ફોટો આર્થર રોડ જેલમાંથી બહાર આવતા નરેશ ગોયલનો છે.

અનિતા ગોયલ પણ મની લોન્ડરિંગ કેસમાં આરોપી હતાં

નવેમ્બર 2023માં EDએ ગોયલની પત્ની અનિતાની પણ મની લોન્ડરિંગ કેસ (Anita Goyal Passes Away)માં ધરપકડ કરી હતી. જોકે, તેની ઉંમર અને તબિયતના આધારે કોર્ટે તેને તાત્કાલિક જામીન આપી દીધા હતા. આ વર્ષે 6 જાન્યુઆરીએ, તેની જામીન અરજીની સુનાવણી દરમિયાન, ગોયલ મુંબઈની PLMA વિશેષ અદાલતમાં રડવા લાગ્યા હતા. પછી તેમણે કોર્ટને કહ્યું કે, “મેં જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત બહુ બગડી ગઈ છે. સારું થશે જો હું જેલમાં જ મારી જાઉં. હું મારી પત્નીને ખૂબ મિસ કરું છું. તે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે.”

જેટ ઍરવેઝ એપ્રિલ 2019માં બંધ થઈ

જેટ ઍરવેઝ (Anita Goyal Passes Away) એક સમયે ભારતની સૌથી મોટી ખાનગી ઍરલાઇન્સમાંની એક હતી અને દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી મોટી ખાનગી એરલાઇનનો દરજ્જો ધરાવતી હતી. પછી, દેવાના બોજને કારણે, જેટ ઍરવેઝને 17 એપ્રિલ 2019ના રોજ ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી.

તે સમયે જેટ ઍરવેઝ પર કેનેરા બેંક પાસેથી 538.62 કરોડ રૂપિયાની લોન બાકી હતી. જેટ ઍરવેઝે 848.86 કરોડની ક્રેડિટ લિમિટ અને લોન લીધી હતી. ત્રણ વર્ષ પછી 2021માં કેનેરા બેન્કે આરોપ મૂક્યો હતો કે જેટ ઍરવેઝના ફોરેન્સિક ઑડિટમાં જાણવા મળ્યું હતું કે જેટે તેની સંકળાયેલ કંપનીઓને 1,410.41 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આવું કરવામાં આવ્યું હતું.

jet airways ed mumbai mumbai news