06 November, 2024 11:08 AM IST | Jalgaon | Gujarati Mid-day Correspondent
CNG ટાંકીમાં ગૅસ ભરતી વખતે બ્લાસ્ટ
જળગાવમાં કારમાં ગેરકાયદે બેસાડેલી CNG ટાંકીમાં ગૅસ ભરતી વખતે થયેલા બ્લાસ્ટ અને ત્યાર બાદ લાગેલી આગમાં ગૅસ ભરનારા પમ્પ પરના ૩ કર્મચારીઓ અને ગાડીનો માલિક ગંભીર રીતે ઘવાયા હતા. આ દુર્ઘટના વખતે થયેલો બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે બાજુમાં બુલેટ ટૂ-વ્હીલર હતું એ ફુટબૉલની જેમ ફંગોળાયું હતું. એક દુકાન અને એ બુલેટ બન્ને આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘવાયેલા ચાર જણને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની હાલત ક્રિટિકલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.