અવસર: જિયો વર્લ્ડ સેન્ટરમાં રવિવારે હૃદયસ્પર્શી દૃશ્યાંકન ‘મૈં બેઝુબાન હૂં, બેજાન નહીં’ની પ્રસ્તુતિ

04 April, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક-એક દૃશ્ય હજારો ભાવિકોની આત્મ સંવેદનાને જાગૃત કરીને અંતરની આંખ ઉઘાડી દેશે.

ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે પારસધામ અને અર્હમ્ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે સેવન ઇન વન-સેવન સ્ટેપ્સ ઑફ સક્સેસ ઉત્સવ અંતર્ગત પ્રભુભક્તિ, મંત્રજપ સાધના, ટૉક શો આદિ વિવિધતાઓ સાથે આજના યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના સુખ માટે દોડે છે અને સુખની શોધમાં, સુખ પામવાના પુરુષાર્થમાં માત્ર પોતાના માટે જ વિચારે છે ત્યારે આ અવસરે અન્ય જીવોની વેદના પ્રગટ કરતા એક પ્રેરણાત્મક દૃશ્યાંકન ‘મૈં બેઝુબાન હૂં, બેજાન નહીં’ની પ્રસ્તુતિ કરવામાં આવશે, જેનું એક-એક દૃશ્ય હજારો ભાવિકોની આત્મ સંવેદનાને જાગૃત કરીને અંતરની આંખ ઉઘાડી દેશે.

સી. પી. ટેન્કના સૂર્યમંદિરમાં રવિવારે સવારે ‘ભીતરથી તેજસ્વી થાઓ’ વિષય પર ચર્ચાસત્ર
સી.પી. ટેન્ક, પાંજરાપોળ સ્થિત મુંબઈના એકમાત્ર સૂર્યમંદિરમાં રવિવાર, ૭ એપ્રિલે સવારે ૯.૩૦થી ૧૧ વાગ્યા દરમ્યાન ‘ભીતરથી તેજસ્વી થાઓ’ વિષય પર એક અનોખા જ્ઞાનવર્ધક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનસત્રમાં આપણી ભીતરી પ્રકૃતિની શક્તિનો ઉપયોગ કરવાના ગહન શાણપણનો અભ્યાસ કરાવવામાં આવશે અને ભીતરના તણખાને પ્રકાશિત કરવા વિશે તેમ જ આંતરિક સૂર્યપ્રકાશ ફેલાવવાની સરળ સમજણ આપવામાં આવશે. આ પરિવર્તનશીલ સત્રમાં પ્રકૃતિનાં પાંચ તત્ત્વોનું અન્વેષણ કરી કેવી રીતે આપણે આપણા ભાગ્યના અંતિમ શિલ્પકાર બની શકીએ છીએ એનું અદ્ભુત અનાવરણ કરવામાં આવશે. અમલ, સર્જન અને વિસર્જનની કળા શીખવાડવામાં આવશે; જે સપનાને પ્રગટ કરવામાં અને વાસ્તવિકતાઓને આકાર આપવાનાં રહસ્યો ખોલવામાં મદદગાર નીવડશે. શ્રી સૂર્યમંદિરના મુખ્યાજી, મૂળ જામનગરના ગિરનારા બ્રાહ્મણ પૂ. પરિમલમહારાજ પુરોહિતની આગેવાની હેઠળની પરિચર્ચાને અંતે પ્રશ્નોતરી પણ રાખવામાં આવી છે. આ ચર્ચાસત્રમાં જોડાવા માટે પરિમલમહારાજનો 90226 84667 અથવા 81693 14451 નંબર પર સંપર્ક કરવો. 

mumbai news jain community things to do in mumbai bandra kurla complex bandra