24 January, 2025 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા
તપાગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા ગઈ કાલે સાંજે મુલુંડ-વેસ્ટના શ્રી વીણાનગર સંઘના ઉપાશ્રયમાં આચાર્ય ભગવંતો અને ચતુર્વિધ શ્રીસંઘના મુખે નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
૧૪ વર્ષ ગચ્છાધિપતિપદે બિરાજેલા પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા ૮ વર્ષની નાની વયે વણી મુકામે દીક્ષિત બન્યા હતા. ૭૦ વર્ષનો સંયમ-પર્યાય ધરાવતા ગચ્છાધિપતિ ૭૯ વર્ષની ઉંમરે એક અણનમ યોદ્ધાની જેમ અસત્યો અને ઉન્માર્ગ સામે લડતા રહીને ૨૦૦૦ની આસપાસ સાધુ-સાધ્વીના અનુપાલક હતા. તેમની પાલખીયાત્રા સંબંધિત ચડાવા આજે મુલુંડ-વેસ્ટના ઑબેરૉય એનિગ્મા ટાવરમાં સવારે ૯.૩૦ વાગ્યે બોલાવાના છે.