બાલિકા દિવસે CSMT પર શેરીનાટક

10 October, 2024 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧ ઑક્ટોબરે ઇન્ટરનૅશનલ ડે ઑફ ગર્લ ચાઇલ્ડ (બાલિકા દિવસ) મનાવવામાં આવે છે. આ નિમિત્તે ગઈ કાલે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાલિકા દિવસની ઉજવણી (તસવીરો: અતુલ કાંબળે)

૧૧ ઑક્ટોબરે ઇન્ટરનૅશનલ ડે ઑફ ગર્લ ચાઇલ્ડ (બાલિકા દિવસ) મનાવવામાં આવે છે. આ નિમિત્તે ગઈ કાલે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે બાલિકા દિવસની થીમ ગર્લ્સ વિઝન ફૉર ધ ફ્યુચર રાખવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સના પૉપ્યુલેશન ફન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નતાલિયા કનેમ અને દલિત મહિલા વિકાસ મંડળના મહાનુભાવોની હાજરીમાં ‘માઝ્યા શરીરાવર માઝા અધિકાર’ અને ‘લેક લાડકી ચા ગોંધળ’ નામનાં શેરી-નાટકો બાળકોએ ભજવ્યાં હતાં. 

chhatrapati shivaji terminus mumbai news mumbai news national news life masala