Indigo Flight Bomb Threat: ચેન્નઈ-મુંબઈની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી! મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

01 June, 2024 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Indigo Flight Bomb Threat: હજી પ્લેન તપાસ હેઠળ હોવાના અહેવાલ છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટને ફરી ટર્મિનલ વિસ્તારમાં લઈ જવામાં આવશે.

ઇન્ડિગોની ફ્લાઇટની ફાઇલ તસવીર

તમને જણાવી દઈએ કે ચેન્નઈથી મુંબઈ આવી રહેલ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ઉડાવી દેવાની ધમકી (Indigo Flight Bomb Threat) મળી હતી. બોમ્બની ધમકી મળતાની  સાથે જ સુરક્ષાના ભાગરૂપે શનિવારે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઈન્ડિગોએ આ અંગે વધુ માહિતી આપી હતી. તે મુજબ તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે. હજી પ્લેન તપાસ હેઠળ હોવાના અહેવાલ છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટને ફરી ટર્મિનલ વિસ્તારમાં લઈ જવામાં આવશે.

પાઇલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરવા જણાવ્યું 

તમને જણાવી દઈએ કે આ ફ્લાઇટ સવારે 6.50 વાગ્યાની આસપાસ ચેન્નઈથી રવાના થઈ હતી અને બોમ્બ હોવાનું એલર્ટ મળ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એરક્રાફ્ટ પર એક દાવો ન કરાયેલ રિમોટ મળી આવ્યો હતો. ત્યારબાદ પાઈલટોએ મુંબઈ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને સુરક્ષાના ભાગરૂપે તરત જ ઈમરજન્સી લેન્ડિંગ માટે નક્કી કરવામાં આવ્યું હતું. 

તમામ મુસાફરો સુરક્ષિત

અત્યારે માહિતી મળી રહી છે કે એરક્રાફ્ટ સુરક્ષિત રીતે ઉતરી (Indigo Flight Bomb Threat) ગયું હતું જેને કારણે ફાયર ટેન્ડરો અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર હોવાથી સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. બોમ્બની બીકને લગતી સુરક્ષા તપાસ માટે એરક્રાફ્ટને એક અલગ ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે જ દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઇટમાં 176 મુસાફરો સવાર હતા અને તે ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી (Indigo Flight Bomb Threat) મળી હતી. આ કિસ્સામાં પણ દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને ઇમર્જન્સી એક્ઝિટથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફ્લાઇટની બહાર કાઢવાના વિડિયો ક્લિપ્સમાં જોવા મળ્યું હતું કે મુસાફરો અને ફ્લાઇટ ક્રૂ પણ તેમની કેબિન બેગેજ સાથે સ્લાઇડ્સ દ્વારા બહાર નીકળી રહ્યા હતા. 

જ્યારે બોમ્બની ધમકી મળે ત્યારે શું કરવું જોઈએ?

Indigo Flight Bomb Threat: તમને જણાવી દઈએ કે સલામતીના નિયમો હેઠળ એવું કહેવામાં આવે છે કે 90 સેકંડમાં તરત બને તો બહાર નીકળી જવું જોઈએ. આ સાથે જ  કેબિન બેગેજ વિમામાં જ છોડી દેવું જોઈએ. મુસાફરોને કોઈપણ વસ્તુઓ સાથે લાવવાની મંજૂરી ન આપવી જોઈએ. આ સાથે જ એવું પણ કહેવાય છે કે ફૂટવેર જએવા કે સ્ટિલેટોઝ વગેરેને ઉતારી દેવ જોઈએ. આ દિલ્હીની ઘટનાના અનુસંધાને ઇન્ડિગોએ બે પાઈલટ અને કેબિન ક્રૂ સભ્યોને SOPs (Standard Operating Procedures) નું પાલન ન કરવા બદલ deresstered કર્યા હતા. પાછલા અઠવાડિયામાં ઈન્ડિગોની ફ્લાઈટ સાથે સંકળાયેલી આ બીજી ઘટના છે. 28 મેના રોજ દિલ્હીથી ઈન્ડિગોની વારાણસી ફ્લાઈટમાં બોમ્બ હોવાની કથિત ધમકી મળી હતી.

mumbai news mumbai mumbai airport indigo chennai