04 April, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍપલના આઇફોન તથા અન્ય ડિવાઇસમાં રિમોટલી કોડ નાખીને ગડબડ કરવામાં આવી શકે છે એવી ચેતવણી કેન્દ્ર સરકારની કમ્પ્યુટર રિસ્પૉન્સ ટીમ (સીઈઆરટી-ઇન) દ્વારા બહાર પાડવામાં આવી છે. આ વૉર્નિંગ આઇફોન ઉપરાંત મૅકબુક, આઇપૅડ તથા વિઝન પ્રો હેડસેટ્સનાં વિવિધ મૉડલ માટે છે. ‘રિમોટ કોડ એક્ઝિક્યુશન’ને કારણે ઍપલના ડિવાઇસના સૉફ્ટવેર અને હાર્ડવેરને નુકસાન પહોંચી શકે છે.
કયા મૉડલ માટે હાઈ રિસ્ક
આઇફોન ઍક્સએસ, આઇપૅડ પ્રો ૧૨.૯ ઇંચ, આઇપૅડ પ્રો ૧૦.૫ ઇંચ, આઇપૅડ પ્રો ૧૧ ઇંચ, આઇપૅડ ઍર, આઇપૅડ મિની જેવાં મૉડલ્સ માટે ખતરો છે. ખાસ કરીને ૧૭.૪.૧ તથા એનાથી જૂના વર્ઝન પર ચાલી રહેલા ડિવાઇસ માટે આ રિસ્ક છે. એટલે એજન્સીએ આ ડિવાઇસને અપડેટ કરવાની સલાહ આપી છે. આમાંનાં મોટા ભાગનાં મૉડલ અત્યારે આઉટડેટેડ છે.
શું સાવચેતી રાખવી
અનસિક્યૉર્ડ પબ્લિક વાઇફાઇ નેટવર્કનો ઉપયોગ ટાળવો.
ડિવાઇસમાં ટૂ ફૅક્ટર ઑથેન્ટિકેશન (2FA) શરૂ કરો.
ઍપલ ઍપ સ્ટોર પર તમામ ઍપ્લિકેશન અપડેટેડ રાખો.
મહત્ત્વના ડેટાનું નિયમિત બૅકઅપ લેતા રહો.