પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું અવસાન

05 January, 2025 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતને પરમાણુ-શક્તિ બનાવનારા જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું ૮૮ વર્ષની વયે ગઈ કાલે નિધન થયું હતું.

પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ

ભારતને પરમાણુ-શક્તિ બનાવનારા જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું ૮૮ વર્ષની વયે ગઈ કાલે નિધન થયું હતું. મુંબઈની જસલોક હૉસ્પિટલમાં ગઈ કાલે સવારે ૩.૨૦ વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

૧૯૯૦થી ૧૯૯૩ સુધી તેઓ ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરના અને ૨૦૦૧થી ૨૦૧૮ સુધી તેઓ ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઍડ્વાઇઝર રહ્યા હતા. તેઓ ઍટમિક એનર્જી કમિશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

૧૯૭૪માં દેશની પહેલી પરમાણુ-ટેસ્ટમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ૧૯૯૮માં પોખરણમાં થયેલી બીજી પરમાણુ-ટેસ્ટમાં તેઓ પરમાણુ ઊર્જા ટીમના લીડર રહ્યા હતા. તેમના યોગદાને ભારતને વૈશ્વિક મંચ પર એક પરમાણુ-શક્તિ તરીકે સ્થાપિત કર્યું હતું. ૧૯૭૫માં તેમને પદ્‍મશ્રી અને ૧૯૯૯માં પદ્‍મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

india padma vibhushan news mumbai mumbai news jaslok hospital