મુંબઈમાં ડમી ઈવીએમ પર વિવાદ: શિવસેનાના યુબીટીના ત્રણ કાર્યકરોની કરી અટકાયત

20 May, 2024 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસની કાર્યવાહીને ભેદભાવપૂર્ણ ગણાવતા શિવસેના યુબીટીએ કહ્યું છે કે, કાર્યકર્તાઓને મુક્ત કરવામાં આવે, નહીં તો પાર્ટીને વિરોધ કરવાની ફરજ પાડવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં લોકસભા ચૂંટણી (India General Election 2024)ના મતદાન દરમિયાન ડમી ઈવીએમને લઈને વિવાદ સામે આવ્યો છે. પોલિંગ બૂથ પાસે ડમી ઈવીએમ રાખવા બદલ શિવસેના યુબીટીના ત્રણ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પોલીસની કાર્યવાહીને ભેદભાવપૂર્ણ ગણાવતા શિવસેના યુબીટીએ કહ્યું છે કે, કાર્યકર્તાઓને મુક્ત કરવામાં આવે, નહીં તો પાર્ટીને વિરોધ કરવાની ફરજ પાડવામાં આવશે. મુંબઈમાં લોકસભાની છ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. છેલ્લાં તબક્કામાં મહારાષ્ટ્રમાં કુલ 13 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

શિવસેના યુબીટી હવે અસ્તિત્વમાં રહેશે નહીં

શિવસેના યુબીટી (India General Election 2024)ના નેતા સુનીલ રાઉત કહે છે કે, ડમી EVM મતદાન મથકથી 100 મીટરથી વધુ દૂર મૂકવામાં આવ્યા હતા. કારણ કે જે લોકો મતદાન કેવી રીતે કરવું તે જાણતા નથી તેઓ મતદાન કરી શકે છે. પોલીસે અમારા ત્રણ કાર્યકરોની અટકાયત કરી છે. ભાજપ જાણે છે કે તેમનો ઉમેદવાર અહીંથી હારી જવાનો છે, પરંતુ શિવસેના (UBT) આ બધાથી ડરશે નહીં.

ઉદ્ધવની પાર્ટી ચાર સીટો પર લડી રહી છે

શિવસેના UBT મુંબઈની છમાંથી ચાર બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બે બેઠકો પર કૉંગ્રેસ (India General Election 2024)ના ઉમેદવારો છે. આ પૈકી મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર મધ્ય બેઠકો ખૂબ પ્રતિષ્ઠિત છે. મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પર શિવસેનાના બે છાવણી વચ્ચે મુકાબલો છે. અહીંથી શિવસેના યુબીટીએ વર્તમાન સાંસદ ગજાનંદ કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે શિવસેનાએ રવિન્દ્ર વાયકરને ઉમેદવાર બનાવ્યા છે.

હું કંઈ બધા ગુજરાતીઓના વિરોધમાં નથી, પણ મોદીને લીધે બે-ચાર લોકો માલામાલ થયા છે તેઓ સુધરી જાય

મુંબઈમાં ગુજરાતની કંપનીઓ દાદાગીરી કરે છે. હું બધા ગુજરાતીઓનો વિરોધી નથી. ગુજરાત પણ અમારું જ છે, પણ મોદીને લીધે બે-ચાર માલામાલ થયા છે તેઓ સુધરી જાય.મરાઠી માણસો તમને મુંબઈમાં પ્રવેશ નહીં આપે તો તમારા માટે દરવાજા બંધ થઈ જશે.

મુંબઈમાં મરાઠી, ગુજરાતી, હિન્દી, મુસલમાન એકસાથે રહે છે. તેમની વચ્ચે ખટરાગ ઊભો ન કરો. કોરોનાનો સમય હજી હું ભૂલ્યો નથી. મેં નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફોન કરીને અહીં રહેતા ઉત્તર ભારતીય મજૂરોને વતન જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવાનું કહેલું. તેમણે મારી વાત ન સાંભળતાં બધા અહીં અટવાઈ ગયેલા. આ લોકો માટે અમે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી.

પ્રમોદ મહાજન ન હોત તો શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની યુતિ ન થાત અને પ્રમોદ મહાજન આજે જીવતા હો તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન ન બની શક્યા હોત. બાળાસાહેબ ઠાકરેના પુત્રને નકલી સંતાન કહેનારાને મહારાષ્ટ્ર મત આપશે? કોઈ પણ સ્વાભિમાની શિવસૈનિક આ સહન ન કરે.

Lok Sabha Election 2024 uddhav thackeray shiv sena mumbai mumbai news