પાર્ટીની ટિકિટ ન મળતાં અપક્ષ ચૂંટણી લડીને જીતેલા સાંગલીના સંસદસભ્યની કૉન્ગ્રેસમાં ઘરવાપસી

07 June, 2024 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અપક્ષ ચૂંટણી લડીને પણ વિશાલ પાટીલે સંજયકાકા પાટીલને ૧,૦૦,૦૫૩ મતના માર્જિનથી હરાવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની સાંગલી લોકસભા બેઠક પર કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ વિશાલ પાટીલને ઉમેદવારી ન આપતાં તેઓ અહીં અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજય પાટીલને આ બેઠકમાં ત્રીજી વખત સંસદસભ્ય બનવા નથી દીધા. અપક્ષ ચૂંટણી લડીને પણ વિશાલ પાટીલે સંજયકાકા પાટીલને ૧,૦૦,૦૫૩ મતના માર્જિનથી હરાવ્યા છે, જ્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉમેદવાર ચંદ્રહાર પાટીલ ત્રીજા સ્થાને રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં અને હવે અહીંથી વિજયી થયા બાદ વિશાલ પાટીલે કૉન્ગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો છે. 

Lok Sabha Election 2024 sangli congress maharashtra news mumbai mumbai news