ગરમીમાં ૮૫૦૦ મુંબઈકરોએ AC લોકલમાં વગર ટિકિટે પ્રવાસ કર્યો

11 June, 2024 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AC લોકલ ટ્રેનોમાં પણ સરપ્રાઇઝ તપાસ કરીને ૮૫૦૦ લોકો સામે કાર્યવાહી કરીને ૨૯ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.’

એસી લોકલની પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એપ્રિલ અને મે મહિનામાં ખૂબ જ ગરમી પડી હતી એટલે ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી હતી. ધસારાના સમયે AC લોકલ ટ્રેનોમાં નૉન-AC લોકલ જેવી જ ગિરદી થતાં કાયમ વધુ રૂપિયા આપીને AC લોકલમાં પ્રવાસ કરનારાઓએ રેલવે વિભાગને ફરિયાદ કરી હતી કે અનેક લોકો વગર ટિકિટે પ્રવાસ કરે છે એટલે તપાસ કરવામાં આવે. પ્રવાસીઓની ફરિયાદને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં બે મહિનામાં ટિકિટ લીધા વગર કે લગેજની ટિકિટ લીધા વગર પ્રવાસ કરનારા ૨.૮૦ લાખ લોકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ ૧૭.૧૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે સબર્બન સેક્શનમાં ૧ લાખ લોકો સામે પગલાં લઈને ૪.૭૧ કરોડ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હતો. AC લોકલ ટ્રેનોમાં પણ સરપ્રાઇઝ તપાસ કરીને ૮૫૦૦ લોકો સામે કાર્યવાહી કરીને ૨૯ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.’

mumbai news mumbai AC Local mumbai local train