midday

નવી મુંબઈમાં ભાડેથી રહેવું સબર્બ્સ કરતાંય મોંઘું થયું

01 April, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પામ બીચ રોડ પર થ્રી બેડરૂમ-હૉલ-કિચનનું ભાડું આશરે ૯૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી મુંબઈમાં ભાડાનું ઘર લેવું હાલમાં મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે આ પરિસરમાં ગયા વર્ષની સરખામણીમાં ભાડાની રકમમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ ગયો છે. હાલમાં ખુલ્લા મુકાયેલા અટલ સેતુને કારણે નવી મુંબઈની કનેક્ટિવિટીમાં વધારો થયો છે. મુંબઈથી નજીક હોવા છતાં પાંચ વર્ષ પહેલાં ઘરભાડાં ઓછાં હોવાને કારણે અહીં લોકો રહેવા આવતા હતા. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને એના સંબંધિત ઉદ્યોગો પણ અહીં ફૂલીફાલી રહ્યા હોવાથી બિઝનેસ-ગ્રોથ સારો છે, પણ નવી મુંબઈમાં રેડી-ટુ-મૂવ ઘરની સંખ્યા ઓછી છે. આમ ઓછા ફ્લૅટ તૈયાર હોવાને કારણે ઘરભાડાં વધારે છે. વન બેડરૂમ-હૉલ-કિચનના ફ્લૅટનું ભાડું ૩૫,૦૦૦ જ્યારે ટૂ બેડરૂમ-હૉલ-કિચનનું ભાડું ૫૦,૦૦૦ રૂપિયા છે. પામ બીચ રોડ પર થ્રી બેડરૂમ-હૉલ-કિચનનું ભાડું આશરે ૯૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે.

Whatsapp-channel
mumbai news mumbai navi mumbai