14 December, 2020 07:36 AM IST | Mumbai | Alpa Nirmal
આશી મહેતા
ચિંચપોકલીની પૉશ સોસાયટીમાં રહેતી, ફૅશન-ડિઝાઇનિંગની મોસ્ટ હૅપનિંગ સોફિયા કૉલેજમાં ભણતી, સ્કૂલ અને કૉલેજમાં હંમેશાં હાઈ સ્કોરિંગ કરનારી અને આઠમા ધોરણથી લંડન કે ન્યુ યૉર્કની બેસ્ટ ફૅશન ઇન્સ્ટિટ્યૂટમાં માસ્ટર્સ કરીને ઇન્ટરનૅશનલ લેવલની ક્લોધિંગ બ્રૅન્ડ ઊભી કરવાનાં સમણાં જોનારી આશી મહેતાના જીવનમાં ફક્ત પાંચ સામાયિકે એવો યુટર્ન આણ્યો કે આશીને એ સપનાં દુન્યવી તથા તુચ્છ લાગવા માંડ્યાં અને શાશ્વત તેમ જ કાયમી સુખ તો ધર્મ અને સંયમમાં છે એવી સમજણ પડી.
૨૦ વર્ષની આશી મહેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘લાસ્ટ નવેમ્બરમાં મારી એક ફ્રેન્ડે કહ્યું કે ભાયખલામાં મારાં જાણીતાં સાધ્વીજી મહારાજસાહેબ છે. ચાલ, તેમની પાસે સામાયિક કરવા જઈએ અને હું તેને કંપની આપવા સાથે ગઈ. મારા દાદામહારાજ- વૈરાગ્યવારિધિ આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજ-એ દીક્ષા લીધી છે એટલે ઘરમાં ધર્મનું વાતાવરણ ખરું. ભગવાનની પૂજા કરવા જાઉં, પણ ફોકસ બધું કરીઅર પર એટલે બીજી ધાર્મિક ક્રિયાઓ વગેરે બહુ કરું નહીં. વેલ, ફ્રેન્ડ સાથે સામાયિક કર્યું અને ત્યાં મહારાજસાહેબે થોડી ધર્મની વાતો કરી એટલે મને બહુ મજા આવી. એક દિવસ, બે દિવસ એમ પાંચ દિવસ અમે ત્યાં ગયાં. ખરેખર મને બહુ આનંદ આવ્યો અને મારી ઇચ્છાઓ-એષણાઓ કેટલી ખોટી છે કે કેટલી ભ્રમિત છે એ સમજાયું.’
ફાઇનૅન્સનું બહોળું કામકાજ કરતા આશીના પપ્પા કુમારપાલભાઈ મહેતા વાતનો દોર હાથમાં લેતાં કહે છે, ‘પાંચ સામાયિક બાદ આશી મને કહે કે પપ્પા મારે કૉલેજ છોડી દેવી છે અને ધાર્મિક અભ્યાસ માટે શ્રમણી ભગવંત પાસે જવું છે. હું તો શૉક્ડ થઈ ગયો. મેં પૂછ્યું, કૉલેજમાં કોઈ પ્રૉબ્લેમ છે? ટીચર સાથે કે ફ્રેન્ડ્સ સાથે વાંધો પડ્યો છે? પણ આશીનો જવાબ હતો ‘ના’, મારે ધાર્મિક જ્ઞાન મેળવવું છે.’
મૂળ પિંડવાડા (રાજસ્થાન)ના કુમારપાલભાઈ આગળ કહે છે, ‘આસી નાનપણથી જ બહુ કૉન્ફિડન્ટ અને મહત્ત્વાકાંક્ષી. તે જે કામ કરે એમાં તેનો બેસ્ટ પર્ફોર્મન્સ જ આપે. આર્ટમાં અવ્વલ, સ્ટડીમાં સરસ અને કરીઅર માટે