કાનમાં સંભળાતી ઘંટડીનો સસ્તો ઉકેલ IIT-બૉમ્બેએ શોધી કાઢ્યો

01 January, 2025 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાનમાં ઘંટડી વાગતી હોય એવી ટિનિટસ નામની બીમારીથી ઘણા લોકો પીડાતા હોય છે. દેશભરમાં નામના ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી (IIT-બૉમ્બે)એ હવે એવો દાવો કર્યો છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી

કાનમાં ઘંટડી વાગતી હોય એવી ટિનિટસ નામની બીમારીથી ઘણા લોકો પીડાતા હોય છે. દેશભરમાં નામના ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી (IIT-બૉમ્બે)એ હવે એવો દાવો કર્યો છે કે તેમના રિસર્ચરોએ આ બીમારીની સારવારનો સસ્તો ઉપાય શોધી કાઢ્યો છે. 

IIT-બૉમ્બેના જણાવ્યા મુજબ દુનિયાભરના ૭૪ કરોડ જેટલા લોકો આ બીમારીનો ભોગ બને છે જેમાંથી ૧૨ કરોડ જેટલા લોકોને એની ગંભીર અસર થતી હોય છે. આ બીમારીના કારણે ઊંઘ ન આવવી, ઉત્તેજિત રહેવું, માન​સિક હેલ્થ પર નેગેટિવ અસર થવી, ચીડિયાપણું અને સોશ્યલ લાઇફ પર માઠી અસર થતી હોય છે. IITના રિસર્ચરો દ્વારા એવું ડિવાઇસ અને એને મૅચ થતો સૉફ્ટવેર તૈયાર કર્યો છે જે એની ​એક્ઝૅક્ટ તીવ્રતા માપી શકશે અને એને મૅચ કરી તેના દરદીની જરૂરિયાત મુજબ સારવાર કરશે અને એ પણ વળી વાજબી ભાવે. આ પ્રોજેક્ટ માટે IIT-બૉમ્બે સહિત તાતા સેન્ટર ફૉર ટેક્નૉલૉજી ઍન્ડ ડિઝાઇને આર્થિક સહકાર પૂરો પાડ્યો છે.  

iit bombay health tips technology news news mumbai mumbai news