ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો હવે આવી બનશે

28 January, 2023 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાફિક પોલીસ દ્વારા સીટ-બેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે આ નિયમની સખત અમલમજાવણી કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોલીસને સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

એકનાથ શિંદે


મુંબઈ ઃ ટ્રાફિક પોલીસ દ્વારા સીટ-બેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે આ નિયમની સખત અમલમજાવણી કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોલીસને સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. 
મુખ્ય પ્રધાને ગઈ કાલે આ બાબતે ટ્વીટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે ‘મોટરવાહનના કાયદાની સખત અમલબજાવણી થાય, રસ્તા પરના અકસ્માતમાં ઘટાડો થાય અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા સખત બનાવવામાં આવે. રસ્તામાં વાહન ચલાવીને બેદરકારીપૂર્વક અકસ્માત કરનારા વાહનચાલકનાં લાઇસન્સ રદ કરવા જેવી કઠોર ઉપાય યોજના  પોલીસ કરે એવી અપેક્ષા છે.’
મુખ્ય પ્રધાનના આ સૂચન અને અપેક્ષાથી પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા વાહનોના નિયમોનો ભંગ કરનારાઓ સામે ફરી સખત કાર્યવાહી થઈ શકે છે. પોલીસે કારમાં બેસેલા તમામ પ્રવાસીએ સીટ-બેલ્ટ બાંધવા તેમ જ મોટરસાઇકલ પર બેસેલા બંને લોકોએ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. કોઈ આ નિયમોનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકશે.

mumbai news eknath shinde