આઈસ્ક્રીમમાંથી મળેલી આંગળી કોની હતી? ઉકેલાયો ભેદ, થયો ખુલાસો

19 June, 2024 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Human Finger in Ice-Cream: મુંબઈના માલાડમાં ડિલિવર થયેલી આ આઈસ્ક્રીમ યુ.પી.ના ગાઝિયાબાદની લક્ષ્મી આઈસ્ક્રીમ પ્રાઈવેટ લિમિટેડમાં પેક થઈ હતી.

આઇસક્રીમમાં અડધો ઇંચ લાંબો આંગળીના આકારનો માંસનો ટુકડો

દરેકને ગમતી અને ભાવતી આઈસ્ક્રીમમાં માણસની આંગળી મળી આવવાની ઘટના ઇતિહાસમાં કદાચ પહેલી જ વખત બની હશે. આ પહેલાં આવી કોઈ પણ ઘટના સામે આવી નથી. આઈસ્ક્રીમમાં માણસની આંગળી (Human Finger in Ice-Cream) મળી હોવાની આ ઘટના દરેક જગ્યાએ વાયરલ થતાં મોટો હોબાળો મચ્યો હતો. આ ઘટનાની ચર્ચા ચો તરફ હતી અને હવે અમે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કરીશું નહીં અને આઈસ્ક્રીમને સારી રીતે તપાસીને જ ખાઈશું ખરીદશું એવું અનેક લોકોએ કહ્યું હતું. તે જ રીતે આ અમે આઈસ્ક્રીમ જ નહિ ખાઈશું એવું પણ લોકો કહેતા હતા, પરંતુ હવે આ ઘટનામાં તે આંગળી કોની હતી તે અંગે મોટો ખુલાસો થયો છે.

આઈસ્ક્રીમમાં માણસની આંગળી મળવાની આવ વિચિત્ર ઘટના બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી પણ હજી સુધી સામે આવ્યું નથી કે આ આંગળી કોની હતી. તે વ્યકતીની ઓળખ હજી સુધી થઈ નથી, પરંતુ હવે આંગળી મળવાની ઘટનામાં જે કંપનીની આઈસ્ક્રીમ (Human Finger in Ice-Cream) હતી તે કંપની પુણેમાં આવેલી છે. હાલમાં અહેવાલ મુજબ પુણેની આ આઈસ્ક્રીમ બનાવતી કંપનીમાં કામ કરનાર એક વ્યક્તિના આંગળીમાં ઈજા હોવાની માહિતી સામે આવી છે જેથી આ આંગળી તેની જ હોઈ શકે છે તેવી શંકા છે. જો કે આ અંગે કોઈ રિપોર્ટ આવ્યા પછી જ કંઈક જાણવા મળશે.

યુમ્મો નામની આઈસ્ક્રીમમાં માણસની આંગળી મળ્યા પછી કંપની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને એક મોટા કાવતરાના એન્ગલને (Human Finger in Ice-Cream) ધ્યાનમાં રાખીને પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ફૂડ પ્રોડક્ટ્સમાં માખી, કીડો અથવા કાકરોચ મળી આવવી બાબત સામાન્ય છે, પણ તેમાં માણસની આંગળી મળી આવવી એ તો કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

આ ઘટના બાબતે વધુ તપાસમાં સામે આવ્યું કે મુંબઈના માલાડમાં ડિલિવર થયેલી (Human Finger in Ice-Cream) આ આઈસ્ક્રીમ યુ.પી.ના ગાઝિયાબાદની લક્ષ્મી આઈસ્ક્રીમ પ્રાઈવેટ લિમિટેડમાં પેક થઈ હતી. જો કે, કંપનીએ તપાસમાં સહકાર આપવાની સંપૂર્ણ ખાતરી આપી છે જેથી આઇસ્ક્રીમ ફેક્ટરીને તત્પુરતી સીલ કરવામાં આવી છે.

આઈસ્ક્રીમ લવર્સ (Human Finger in Ice-Cream) માટે આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે અને આવો વિચાર પણ એકદમ ગંદો લાગે છે કે કોઈની કપાયેલી આંગળી ખાવામાં આવે. આ ઘટના પીડિતના મનમાંથી નીકળી શકતી નથી જેથી તેમણે ઈન્સ્ટાગ્રામ દ્વારા યુમ્મો આઈસ્ક્રીમની આખી ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ અંગે હવે એક કસ્ટમર કેર ઓફિસરે પીડિતને (Human Finger in Ice-Cream) તાત્કાલિક ફોન કરીને ઓર્ડરની માહિતી અને આઈસ્ક્રીમ પેકની વિગતોની એક તસવીર પણ માગી હતી. તે બાદ ગ્રાહકે બધી માહિતી મોકલી હતી અને તે બાદ આ મામલે વધુ તપાસ થશે એવું કહ્યું હતું, પણ તે બાદ આ મામલે કોઈપણ નવી માહિતી સામે આવી નથી. 

pune indian food mumbai food mumbai news malad