વિધાનસભાની ચૂંટણીમાં ​મહા વિકાસ આઘાડી પડી શકે મહાયુતિ પર ભારે : નીતિન ગડકરી લોકોની પહેલી પસંદ

14 July, 2024 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મરાઠી અખબારે કરેલા સર્વેનું તારણ

નીતિન ગડકરી

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ત્રણેક મહિનામાં યોજાવાની છે ત્યારે મહારાષ્ટ્રની જનતાનો મૂડ જાણવા માટે એક મરાઠી અખબારે સર્વે કર્યો છે. એમાં ૨૦૧૪ અને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી બાદ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્રની જનતા મુખ્ય પ્રધાન તરીકે નીતિન ગડકરીને જોવા માગે છે. ૪૭.૨૪ ટકા લોકોએ આ કેન્દ્રીય પ્રધાનની પસંદગી કરી છે તો દેવેન્દ્ર ફડણવીસને ૧૮.૮૦ ટકા લોકો આ પદ માટે યોગ્ય હોવાનું માને છે. ૧૩.૭૪ લોકોએ આ બન્નેને બદલે BJP અન્ય કોઈ નેતા તો ૬.૨૯ લોકો વિનોદ તાવડે, ૫.૬ ટકા જનતા પંકજા મુંડે અને ૨.૮ ટકા લોકો સુધીર મુનગંટીવાર મુખ્ય પ્રધાન બને એવું ઇચ્છે છે.

સર્વેમાં BJP સૌથી વધુ બેઠકો મેળવશે એવું દર્શાવાયું હોવા છતાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની જેમ જ મહા વિકાસ આઘાડીનો હાથ ઉપર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સત્તાધારી મહાયુતિ અને વિરોધી પક્ષોની મહા વિકાસ આઘાડીમાંથી મુખ્ય પ્રધાનપદ માટે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેને એકસરખા એટલે કે ૨૨.૪ ટકા મત સર્વેમાં મળ્યા છે. મહા વિકાસ આઘાડીને સૌથી વધુ ૪૮.૭ ટકા તો મહાયુતિને ૩૩.૧ ટકા મત મળવાની શક્યતા છે.

mumbai news mumbai maharashtra news nitin gadkari assembly elections