ઈશા અંબાણીનો ભાભી શ્લોકા અને રાધિકા સાથે કેવો છે બૉન્ડ? ઇન્ટરવ્યૂમાં કર્યો રસપ્રદ ખુલાસો

29 June, 2024 09:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈશાએ કહ્યું કે, “અનંત મારા જીવનમાં હંમેશા એક બાળક જેવો રહ્યો છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું. હું રાધિકાને મારી માતાના દૃષ્ટિકોણથી જોઉં છું. મારી માતા, શ્લોકા અને રાધિકા મારા સૌથી નજીકના વિશ્વાસુ અને મારા પ્રથમ મિત્રો છે.”

ઇશા અંબાણી

અંબાણી પરિવાર દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. પછી તે તેમના વ્યવસાયિક સાહસો વિશે હોય કે તેમની અપાર સંપત્તિ વિશે, અંબાણી પરિવાર (Isha Ambani) હંમેશા સમાચારમાં રહે છે. હાલમાં અંબાણી પરિવાર તેમના નાના અને પ્રિય પુત્ર અનંત અંબાણીના લગ્નને લઈને ચર્ચામાં છે. અનંત ટૂંક સમયમાં રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. દરમિયાન, લગ્ન પહેલાં તેની બહેન ઈશા (Isha Ambani)એ તેની ભાવિ ભાભી સાથેના તેના સંબંધો વિશે જાહેરમાં ચર્ચા કરી હતી. આ સિવાય તેમણે તેમની મોટી ભાભી શ્લોકા સાથેના તેના બૉન્ડનો પણ ખુલાસો કર્યો હતો.

રાધિકા સાથે ઈશાનો આવો છે સંબંધ

જ્યારે `વૉગ`એ ઇન્ટરવ્યૂ દરમિયાન ઈશા (Isha Ambani)ને પૂછ્યું કે, “શું રાધિકા મર્ચન્ટના તેમના પરિવારમાં જોડાવાથી તેના સમીકરણ પર કોઈ અસર પડશે?” ભાભી રાધિકાના વખાણ કરતાં ઈશાએ કહ્યું કે, તે તેણીને માતાની નજરથી જુએ છે. ઈશાએ કહ્યું કે, “અનંત મારા જીવનમાં હંમેશા એક બાળક જેવો રહ્યો છે, જેને હું ખૂબ પ્રેમ કરું છું. હું રાધિકાને મારી માતાના દૃષ્ટિકોણથી જોઉં છું. મારી માતા, શ્લોકા અને રાધિકા મારા સૌથી નજીકના વિશ્વાસુ અને મારા પ્રથમ મિત્રો છે.”

શ્લોકા ઈશાની બેસ્ટ ફ્રેન્ડ

મોટી ભાભી શ્લોકા સાથેના તેના બૉન્ડિંગ વિશે વાત કરતી વખતે ઈશાએ કહ્યું કે, “હું ખૂબ નસીબદાર હતી કે મારા ભાઈ આકાશે જેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું તે મારી બેસ્ટ ફ્રેન્ડ શ્લોકા હતી. પછી જેમ જેમ અમે મોટા થયા તેમ તેમ શ્લોકા મારી બહેન જેવી બની ગઈ. અમે હજુ પણ લંડનમાં એક જ ઘરમાં રહીએ છીએ. અમે બંને ઘણીવાર મજાકમાં એકબીજાને કહેતા હોઈએ છીએ કે અમે બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યાં છે, કારણ કે અત્યારે આકાશ અને આનંદ બંને મુંબઈમાં છે અને અમે અહીં બાળકો સાથે છીએ.”

`વૉગ`ના કવર પેજ માટે ઈશા અંબાણી બની `ગાર્ડન પ્રિન્સેસ`

`વૉગ`ના કવર પેજ માટે ઈશા અંબાણીના લૂકની વાત કરીએ તો તે બિલકુલ રાજકુમારી જેવી દેખાતી હતી. ઈશાએ મેગેઝિનની લેટેસ્ટ એડિશન માટે કસ્ટમ-મેઇડ ગોલ્ડન રંગનો `ડિયોર` ગાઉન પહેર્યો હતો. ડ્રેસમાં બધા પર પેટર્ન અને હેમલાઇન પર ફ્રિન્જ વિગતો સાથે ચમકદાર સિલુએટ હતી.

ઉલ્લેખનીય છે કે, ઈશા અંબાણીએ વર્ષ 2018માં આનંદ પીરામલ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ એન્ટિલિયામાં ભવ્ય અંદાજમાં લગ્ન કર્યાં હતાં. મુકેશ અંબાણીએ પોતાની દીકરીના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો જેની ચર્ચા આજ સુધી થાય છે. લગ્નનાં 4 વર્ષ બાદ ઈશાએ 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમની પુત્રીનું નામ આદિયા અને પુત્રનું નામ કૃષ્ણા છે. જોકે, બે બાળકોની માતા હોવા છતાં ઈશાએ પોતાની જાતને સારી રીતે જાળવી રાખી છે.

Isha Ambani Shloka Mehta radhika merchant london mumbai mumbai news