મતગણતરી વખતે આખો દિવસ ડ્રાય ડે શા માટે?

22 May, 2024 06:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોટેલમાલિકોના અસોસિએશને હાઈ કોર્ટમાં અરજી કરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની મતગણતરી ૪ જૂને હાથ ધરાવાની છે ત્યારે મુંબઈ અને સબર્બ્સના કલેક્ટરોએ આખો દિવસ ડ્રાય ડે જાહેર કર્યો છે. ડ્રાય ડે એટલે આ દિવસે હોટેલ અને બારમાં જ નહીં, વાઇન શૉપ્સમાં પણ દારૂનું વેચાણ બંધ રાખવામાં આવે છે. આ આદેશને હોટેલ્સ, રેસ્ટોરાં અને બારના માલિકોના અસોસિએશને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો છે. ધી ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશને (AHAR) હાઈ કોર્ટમાં બે જુદી-જુદી અરજી દાખલ કરી છે જેમાં માગણી કરવામાં આવી છે કે ચૂંટણીની મતગણતરી મોટા ભાગે બપોર બાદ પૂરી થઈને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તો સવારના સમયે ડ્રાય ડે જાહેર કરવાની શું જરૂર છે.

અમે આ સંબંધે કલેક્ટરોને ફેરવિચારણા કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેઓ ડ્રાય ડેના આદેશ પર કાયમ રહ્યા છે એમ જણાવતાં અસોસિએશનનું કહેવું છે કે અમે સરકારને ધંધો કરવા માટે લાઇસન્સ-ફી ચૂકવીએ છીએ, પણ જ્યારે ડ્રાય ડે જાહેર થાય છે ત્યારે ગેરકાયદે દારૂ બનાવતી કંપની અને એનું વેચાણ કરનારાઓ મોટી કમાણી કરે છે એટલે આ વિશે વિચાર કરવો જોઈએ. 
આજે આ અરજીની સુનાવણી થવાની શક્યતા છે.

mumbai news mumbai Lok Sabha Election 2024 bombay high court