હોમ ઉત્સવ : પ્રૉપર્ટી ૨૦૨૪ - થાણેનું આયોજન

08 February, 2024 09:33 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

આગામી એક્સ્પોની ૨૧મી આવૃત્તિ એ આટલાં વર્ષોના આયોજન અને સખત મહેનતની પરાકાષ્ઠા દર્શાવે છે. ૨૦૨૪ અમારી ૨૧મી આવૃત્તિ હોવાને કારણે અમે એને ભવ્ય અને સફળ બનાવવા માટે જરૂરી સખત મહેનત કરીશું.’

થાણે

થાણે : સેફ્ટી અને સિક્યૉરિટી તેમ જ મલ્ટિપલ પ્રોજેક્ટ અને હોમ ફાઇનૅન્સ ઑપ્શન સાથે ઘર ઇચ્છતા લોકો માટે રિયલ એસ્ટેટ ડેવલપર્સ બૉડી ‘ક્રેડાઈ એમસીએચઆઇ થાણે’ દ્વારા ‘હોમ ઉત્સવ: પ્રૉપર્ટી ૨૦૨૪ - થાણે’નું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૩થી અત્યાર સુધી પૉઝિટિવ માર્કેટ સેન્ટિમેન્ટ સાથે આ પ્રોગ્રામ અંતર્ગત મોટી સંખ્યામાં મુલાકાતીઓની અપેક્ષા છે. બદલામાં આ એક્સ્પો પછીના અઠવાડિયામાં વેચાણમાં મોટા પ્રમાણમાં વધારો કરશે. ‘હોમ ઉત્સવ : પ્રૉપર્ટી ૨૦૨૪ - થાણે’ સમગ્ર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં ઘર શોધનારાઓ માટે તમામ જરૂરિયાતોને અનુરૂપ, તમામ બજેટમાં ફિટ થઈ શકે એવાં ઘરો ઑફર કરે છે. 

આ એક્સ્પો સસ્તાથી લક્ઝરી સુધી અને શહેરના કેન્દ્રથી લીલીછમ ખુલ્લી જગ્યાઓ સુધી થાણે એમએમઆરમાં ઘરોની સૌથી વધુ પસંદગી માટે ચર્ચામાં છે. સાંસ્કૃતિક સમૃ​દ્ધિ અને સલામત - સુરક્ષિત વાતાવરણ માટે જાણીતું શહેર થાણે રીટેલ હબ પણ છે અને ઘર શોધનાર માટે ઘણી એવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે. ક્રેડાઈ એમસીએચઆઇ થાણેના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ‘આગામી એક્સ્પોની ૨૧મી આવૃત્તિ એ આટલાં વર્ષોના આયોજન અને સખત મહેનતની પરાકાષ્ઠા દર્શાવે છે. ૨૦૨૪ અમારી ૨૧મી આવૃત્તિ હોવાને કારણે અમે એને ભવ્ય અને સફળ બનાવવા માટે જરૂરી સખત મહેનત કરીશું.’

thane thane municipal corporation property tax mumbai news mumbai maharashtra news maharashtra