ચેમ્બુરની કૉલેજમાં હિજાબ પર પ્રતિબંધ મૂકાતા વિવાદ, વિદ્યાર્થિનીઓમાં નારાજગી

16 May, 2024 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hijab Ban Raw: સોમવારે, 30 વિદ્યાર્થીઓએ કૉલેજને એક લેટર આપી આ મામલે પુનર્વિચાર કરવાની વિનંતી કરી હતી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

દેશમાં શાળા અને કૉલેજોમાં હિજાબ પહેરીને આવવાનો મુદ્દો ફરી એક વખત વકરતો દેખાઈ રહ્યો છે. તાજેતરમાં મુંબઈમાં ચેમ્બુરની એક કૉલેજ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ (Hijab Ban Raw) પહેરીને આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જુનિયર કૉલેજમાં મુસ્લિમ છોકરીઓને હિજાબ અને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ચેમ્બુરની આચાર્ય મરાઠે કૉલેજ દ્વારા તેમની ડિગ્રી કૉલેજમાં પણ આ જ પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ મે મહિનાની શરૂઆતમાં ચેમ્બુરની આચાર્ય મરાઠે કૉલેજે એક ચોક્કસ `ડ્રેસ કોડ`નો આદેશ બહાર પડ્યો હતો. કૉલેજે જાહેર કરેલા ડ્રેસ કોડના આદેશમાં અન્ય વસ્તુઓની સાથે, ધાર્મિક મહત્વ ધરાવતા કપડાં અને વસ્તુઓનો પહેરીને આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ખાસ કરીને હિજાબ, નકાબ અને બુરખાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો તેમ જ મુસ્લિમ (Hijab Ban Raw) મહિલાઓ દ્વારા પરંપરાગત સ્કાર્ફ, ચહેરો ઢાંકવા માટે પહેરવામાં આવતા પડદા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ચેમ્બુરની કૉલેજના આદેશથી મોટી સંખ્યામાં એક સંસ્થાની મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા આ વાતનો વિરોધ કરીને મુસ્લિમ વિદ્યાર્થીઓ પીડામાં છે અને કૉલેજ તેમની વ્યક્તિગત સ્વતંત્રતા અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનો આરોપ પણ આ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ (Hijab Ban Raw) કર્યો હતો. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં, આ કૉલેજમાં જુનિયર કૉલેજની વિદ્યાર્થીનીઓને હિજાબ અને બુરખો પહેરીને કૉલેજના કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને હિજાબ અને બુરખો પહેરીને આવતી વિદ્યાર્થીનીઓને કૉલેજના કેમ્પસમાં આવવાથી પણ અટકાવ્યા હતા. આ કૉલેજે છોકરાઓ માટે શર્ટ અને ટ્રાઉઝર અને છોકરીઓ માટે સલવાર, કમીઝ અને જેકેટનો ડ્રેસ કોડ લાગુ કર્યો હતો જે કૉલેજના 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ જ વખત કરવામાં આવ્યું હતું.

કૉલેજના ડ્રેસ કોડનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કૉલેજના પરિસરમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી પણ ક્લાસમાં જતા પહેલા નક્કી કરવામાં આવેકા ડ્રેસ કોડને તપાસીને જ તેમને ક્લાસમાં બેસવા દેવામાં આવતા હતા. કૉલેજના આ નિર્ણયને લીધે અનેક મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કૉલેજ છોડી દીધી હતી. થોડા સમય બાદ કૉલેજ દ્વારા ડિગ્રીનું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રૂપમાં પણ આ ડ્રેસ કોડનો મેસીજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં જાણવામાં આવ્યું હતું કે જૂનમાં નવું શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વિદ્યાર્થીઓએ ફક્ત `ઔપચારિક` અને `યોગ્ય` કપડાં પહેરીને જ કૉલેજમાં (Hijab Ban Raw) આવવું. પુરુષ વિદ્યાર્થીઓએ ફુલ અથવા હાફ શર્ટ અને `સામાન્ય` ટ્રાઉઝર પહેરવી જરૂરી છે અને મહિલા વિદ્યાર્થીઓને કોઈપણ `નોન-રિવેલિંગ ફુલ ફોર્મલ ડ્રેસ` પહેરીને આવવું ફરજિયાત રહેશે તેમ જ તે ઇન્ડિયન ડ્રેસ હોય કે વેસ્ટર્ન તે ડ્રેસ કોડ મુજબ જ હોવા જોઈએ.

આ મેસજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે `બુરખો, નિકાબ, હિજાબ અથવા પહેરવેશનો કોઈ પણ ભાગ જે બેજ, ટોપી, સ્ટોલ જેવા ધર્મનું પ્રતિનિધિત્વ કરતાં કપડાં પણ નહીં પહેરવા. વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશતા જ એક કોમન રૂમમાં તેને કાઢી’ને જ ક્લાસમાં બેસવું તે જ માત્ર ગુરુવારે અઠવાડિયામાં એક જ વખત ડ્રેસ કોડમાં છૂટછાટ આપવામાં આવશે, એવું પણ કહેવામાં આવ્યું હતું. જો કે આ બાબતે કેટલીક મહિલા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિજબ પર પ્રતિબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો અને સોમવારે, 30 વિદ્યાર્થીઓએ કૉલેજને એક લેટર આપી આ મામલે પુનર્વિચાર કરવાની વિનંતી કરી હતી, જેથી હવે મુંબઈ અને ભારતમાં હિજાબન મુદ્દો ફરી એક વખત વખરે એવું લાગી રહ્યું છે.

chembur mumbai news jihad