19 February, 2023 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિવસેનાના નેતા અરવિંદ સાવંતે ચૂંટણી પંચના નિર્ણયને વખોડતાં કહ્યું હતું કે ચૂંટણી પંચ એમ કઈ રીતે કહી શકે કે શિવસેનાએ એના પાર્ટીના બંધારણમાં ૨૦૧૮માં કરેલા ફેરફાર (અમેન્ડમેન્ટ્સ) રેકૉર્ડ પર નથી. ચૂંટણી પંચે કહ્યું હતું કે એની પાસે જ નામ અને ધનુષબાણનું ચિહન રહે એ માટે ઉદ્ધવ ઠાકરે જૂથે ૨૦૧૮ના પાર્ટીના બંધારણમાં કરેલા ફેરફાર પર નિર્ભર કરતું હતું, પણ ચૂંટણી પૅનલને એ ફેરફાર દર્શાવાયા જ નથી. શિવસેનાના દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંતે આ વિશે કહ્યું હતું કે ‘પાર્ટીના નેતા સુભાષ દેસાઈએ ચોથી એપ્રિલ ૨૦૧૮ના દિવસે ચૂંટણી પંચને પક્ષની એ મીટિંગમાં થયેલી કાર્યવાહીની મિનિટ્સ અને વિડિયો આપ્યા હતા. તો પછી ચૂંટણી પૅનલ કેવી રીતે કહી શકે કે તેમને એ મળ્યા નથી.’
ચૂંટણી પંચે એના ઑર્ડરમાં કહ્યું છે કે પાર્ટી દ્વારા ૧૯૯૯માં ચૂંટણી પંચના કહેવાથી જે લોકશાહીનાં ધોરણો પાર્ટીના બંધારણમાં દાખલ કરાયા હતા એનો ૨૦૧૮ના સુધારાઓમાં છેદ ઊડાડી
દેવાયો છે.