17 December, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર ચવાણ અને પ્રવીણ દરેકર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને આ સરકારમાં પ્રધાન બનાવ્યા હોવાથી હવે તેમની જગ્યાએ રાજ્યના અધ્યક્ષ કોને બનાવવામાં આવશે એને લઈને જોરદાર લૉબિંગ શરૂ થઈ ગયું છે. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમના બે વિશ્વાસુ રવીન્દ્ર ચવાણ અને પ્રવીણ દરેકરમાંથી એકને અધ્યક્ષ બનાવે એવું કહેવાય છે. BJPમાં એક વ્યક્તિ, એક પદનો નિયમ હોવાથી ચંદ્રશેખર બાવનકુળેએ અધ્યક્ષપદ છોડવું જ પડશે.
ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ એકનાથ શિંદેના એકદમ કટ્ટર હોવાથી તેમને બનાવવામાં આવે એવું કહેવાય રહ્યું છે. આ જ કારણસર તેમને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં ન આવ્યા હોવાનું કહેવાય છે. પ્રવીણ દરેકરને પણ પ્રધાનપદ આપવામાં ન આવ્યું હોવાથી તેમના નામની શક્યતા પણ નકારી શકાતી નથી.