મલાડના સિનિયર સિટિઝનને હૃદયનો વાલ્વ બદલાવવા જરૂર છે તમારા આર્થિક સહકારની

09 June, 2024 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંદાજે ૧૬ લાખથી ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ અપેિક્ષત છે.

પ્રેમજી કારિયા

મલાડમાં રહેતા ૭૬ વર્ષના પ્રેમજી કારિયાને હૃદયના વાલ્વની તકલીફ થઈ હોવાથી હાલ તેમને બાંદરાની હોલી ફૅમિલી હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોના કહેવા મુજબ તેમની સારવાર કરવા તેમના પગમાંની નસમાંથી વાલ્વ ઇન્સર્ટ કરીને બેસાડવાનો છે. આ આધુનિક ટેક્નૉલૉજીથી તેમની સારવાર કરવાની હોવાથી એનો ખર્ચ વધુ આવે એમ છે અને અંદાજે ૧૬ લાખથી ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ અપેિક્ષત છે. આમ તો તેમનો પૌત્ર કલ્પ દાદાની સારવાર માટે પૈસા ભેગા કરવાની કોશિશ કરી રહ્યો છે, પણ તેણે ‘મિડ-ડે’ના વાચકોને પણ આર્થિક સહાય કરવાની અપીલ કરી છે.

પ્રેમજીભાઈના પૌત્ર કલ્પે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મલાડમાં ભાડે રહીએ છીએ. હું હાલ સાઇબર સિક્યૉરિટીનો કોર્સ કરી રહ્યો છું અને સાથે પાર્ટટાઇમ જૉબ કરું છું. સપ્ટેમ્બરમાં મારા પપ્પા સુરેશભાઈનું અવસાન થયું હતું, જ્યારે મમ્મી નાનપણમાં જ ગુજરી ગયાં છે. મારી એક નાની બહેન પણ છે. ઘરનું ગુજરાન હું જ ચાલવું છું. મારી આવક બહુ જ ઓછી છે. એથી હવે દાદાની સારવાર કરાવવા જાહેર અપીલ કરી રહ્યો છું.’

પ્રેમજીભાઈની સારવાર કરતા ડૉ. નીલય પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રેમજીભાઈની ઉંમર ૭૬ વર્ષ છે. તેમના હૃદયનો એક વાલ્વ બગડી ગયો છે એટલે આખા શરીરમાં જે લોહી પહોંચવું જોઈએ એ પહોંચતું નથી. ઉંમરને કારણે તેમનાં ફેફસાંની કન્ડિશન જોતાં તેમની ઓપન હાર્ટ સર્જરી કરીને વાલ્વ બેસાડી શકાય એમ નથી. એથી હવે અનેક વિકસિત દેશોમાં વપરાતી ટેક્નૉલૉજી જે આપણા દેશમાં પણ અવેલેબલ છે એના દ્વારા ઑપરેશન કરવામાં આવશે. એમાં તેમના પગમાંની નસમાંથી વાલ્વ ઇન્સર્ટ કરીને હાર્ટ સુધી લઈ જવાશે અને ત્યાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. જોકે આ પ્રોસીજર કૉસ્ટ્લી હોય છે. આ સર્જરીનો ખર્ચ અંદાજે ૧૬ લાખથી ૧૮ લાખ થવાનો છે.’ ‘મિડ-ડે’ના જે વાચકો મદદ કરવા માગતા હોય તેમણે દાનની રકમ ડાયરેક્ટ હૉસ્પિટલને આપવાની રહેશે. આ મદદની રકમ પ્રેમજીભાઈની જ સારવારમાં વપરાય એ માટે તેમનો પેશન્ટ IP-નંબર રેફરન્સમાં લખવો.

Name : The Bandra Holy Family Hospital Society
Bank Name : Bank Of Baroda
Branch : Bandra-West, Mumbai – 400 050
Type of Account : Savings A/C
Account Number : 89700100015251
IFSC : BARB0VJBAND (5th letter is Zero)
MICR Code : 400012325
Patient IP No. 11559

mumbai news mumbai malad gujaratis of mumbai gujarati community news