મુંબઈની ફ્લાઇંગ વિઝિટ પર આવેલા નરેન્દ્ર મોદીએ અમલદારોને આપી વૉર્નિંગ

02 April, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શપથ લેને કે દૂસરે દિન સે હી ધમાધમ કામ આનેવાલા હૈ

ગઈ કાલે મુંબઈમાં RBIના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી.

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સરકારી અધિકારીઓને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે હું શપથ લઈશ એના બીજા જ દિવસથી કામનું પૂર આવશે એટલે તૈયાર રહેજો. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાને આ વાત કહી હતી. તેમણે અધિકારીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘અભી ૧૦૦ દિન ચુનાવ મેં બિઝી હૂં. આપકે પાસ ભરપૂર સમય હૈ. આપ સોચકર રખિએ, ક્યુંકિ શપથ લેને કે દૂસરે દિન હી ધમાધમ કામ આનેવાલા હૈ.’ 
વડા પ્રધાન પદની ત્રીજી ટર્મ માટે કૉ​ન્ફિડન્ટ મોદીએ કહ્યું હતું કે ભારતને આર્થિક ક્ષેત્રે વધુ સજ્જ કરવા માટે મોટા પાયે કામગીરી કરવામાં આવશે.

mumbai news mumbai narendra modi reserve bank of india