28 March, 2023 09:24 AM IST | Mumbai | Mehul Jethva
ચેતન ગાલા જેલમાં મજાથી રહેતો હોવાનું જાણવા મળ્યું
ગ્રાન્ટ રોડ પાર્વતી મૅન્શન બિલ્ડિંગમાં ત્રણ જણની હત્યા અને બે જણને જખમી કરનાર ચેતન ગાલાએ ૧૫ દિવસ પહેલાં ૧૨ ઇંચનું નવું ચાકુ ખરીદ્યું હતું. જોકે એનાથી કોની હત્યા કરવી એ નક્કી નહોતું કર્યું. જોકે ગયા શુક્રવારે તેણે પોતાની તમામ ભડાસ કાઢી ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ઘટનાને અંજામ અપાયો ત્યારે પોલીસે પ્રાથમિક માહિતીમાં ચેતનની દિમાગી હાલત ઠીક ન હોય એવું લાગી રહ્યું હતું. જોકે પોલીસ સ્ટેશન પર લઈ આવ્યા બાદ તેની સાથે વાત કરતાં તે એકદમ ઓકે હોવાની માહિતી પોલીસને મળી હતી એટલે પોલીસે તેની સાઇકિયાટ્રિસ્ટ પાસે ટેસ્ટ કરાવી નહોતી, જે આગળ પણ કરાવામાં આવશે નહીં એવું મનાય છે.
જોકે મહત્ત્વની વાત એ સામે આવી છે કે વેલ-ટુ-ડૂ ફૅમિલીથી આવતા ચેતન ગાલાની મદદ માટે હાલમાં કોઈ સામે આવ્યું નથી ન તો તેના જામીન માટે કોઈ વકીલ રોકવામાં આવ્યો છે.