09 February, 2024 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી પાર્શ્વનાથ ભગવાન અને અન્ય ભગવાનનો રોલ્સ રૉયસ કારમાં બોરીવલીમાં ભવ્ય પ્રવેશ
બોરીવલી-વેસ્ટમાં બાભાઈ નાકા ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના નૂતનીકરણ અને જીર્ણોદ્ધાર નિમિત્તે પ.પૂ.આ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શોભાયાત્રાનું આયોજન થયું હતું. તાલિમનાડુમાં આવેલા મહાબલીપુરમ જૈન દેરાસરની પ્રતિકૃતિ આ દેરાસરમાં જોવા મળશે.
અહીં મોટી સંખ્યામાં લોકો મુંબઈભરથી દર્શન કરવા આવ્યા હતા. એની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ૧૪ ફેબ્રુઆરીએ છે. મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથદાદાની બે હજાર વર્ષ જૂની પ્રતિમા, શ્રી મહાવીરસ્વામી, શ્રી મુનિસુવ્રતની ચોવીસી, શ્રી પાર્શ્વ પદ્માવતીમાતા, નાકોડા ભૈરવદાદા, મણિભદ્રદાદા, ઘંટાકર મહાવીરસ્વામી, સિદ્ધચક્ર, અષ્ટમંગળની પાટલી એમ આ શોભાયાત્રામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને અન્ય ભગવાનનો ૧૦ રૉયલ વિન્ટેજ રોલ્સ રૉયસ કારમાં નગર-પ્રવેશ કરાવ્યો હતો. સાધુ-સાધ્વીજી ભગવંતો અને હજારો સાધર્મિક અને અન્ય લોકો શોભાયાત્રાનાં દર્શન કરવા આવ્યાં હતાં.