બૉમ્બની બનાવટી ધમકીઓને રોકવા એક કરોડ રૂપિયા સુધીનો ફાઇન થશે

19 December, 2024 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ વર્ષમાં લગભગ ૧૦૦૦ જેટલી બૉમ્બ હોવાની ફેક ધમકીઓને કારણે ઍરલાઇન્સને નાણાકીય નુકસાનનો અને મુસાફરોને ભયંકર અસુવિધાઓનો સામનો કરવો પડ્યો છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

એક જ વર્ષમાં લગભગ ૧૦૦૦ જેટલી બૉમ્બ હોવાની ફેક ધમકીઓને કારણે ઍરલાઇન્સને નાણાકીય નુકસાનનો અને મુસાફરોને ભયંકર અસુવિધાઓનો સામનો કરવો પડ્યો છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા ભારત સરકારે નવા નિયમો લાગુ કર્યા છે. એ મુજબ હવે ખોટી ધમકીઓ આપવા માટે દોષી વ્યક્તિઓને ગંભીર ગુનાહિત આરોપો સાથે એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

એવિયેશન લૉયર નીતિન ‌સિરીનના કહેવા પ્રમાણે નવા નિયમો મુજબ વ્યક્તિને એક લાખ રૂપિયા, નાનાં ઑર્ગેનાઇઝેશનોને ૫૦ લાખ રૂપિયા, મધ્યમ ઑર્ગેનાઇઝેશનોને ૭૫ લાખ રૂપિયા અને મોટાં ઑર્ગેનાઇઝેશનોને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એટલું જ નહીં, સુરક્ષા સામે જોખમ લાગે તો સંબંધિત વ્યક્તિને સિક્યૉરિટીના કારણસર આવા ઍરક્રાફ્ટમાં એન્ટ્રી ન આપવાની પણ સત્તા આપવામાં આવી છે.

bomb threat indian government news Crime News mumabi mumabi news