10 December, 2023 09:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: સીપીઆરઓ
મહારાષ્ટ્રના કસારા પાસે રવિવારે માલગાડી બે ડબ્બા પાટા પરથી ઊતરી (Goods Train Derail) ગયા હતા. આ અકસ્માત બાદ તરત જ અકસ્માત રાહત ટ્રેનને કસારા રવાના કરવામાં આવી હતી. એવી માહિતી સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ અકસ્માતની જાણકારી આપી હતી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સેન્ટ્રલ રેલવે (Central Railway) સીપીઆરઓએ જણાવ્યું કે, કસારા પાસે પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. કલ્યાણ સ્ટેશન રોડ એઆરટી અને ઇગતપુરી સ્ટેશન રેલ એઆરટીને અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે.