મુંબઈ એરપોર્ટ પર સોનાની તસ્કરી, સુદાનની 18 મહિલાઓ પાસેથી 10.16 કરોડનું સોનું મળ્યુ

26 April, 2023 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ એરપોર્ટ(Mumbai Airport)પર સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર સુદાનની 18 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ફરી એકવાર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ એરપોર્ટ(Mumbai Airport)પર સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં 18 સુદાનની મહિલાઓ સાથે એક ભારતીય મહિલાની રૂ. 10.16 કરોડની કિંમતની 16.36 કિલો પીળી ધાતુ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે એવું જાણવા મળ્યું હતું કે સોમવારે UAEથી મુંબઈ આવતા મુસાફરોમાં પેસ્ટના રૂપમાં ભારતમાં સોનાની દાણચોરી કરવામાં આવી રહી હતી. ત્યારબાદ ડીઆરઆઈના અધિકારીઓએ શહેરના એરપોર્ટ પર ચાંપતી નજર રાખી હતી.

ત્રણ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા સિન્ડિકેટનો ભાગ હોવાની શંકા ધરાવતા મુસાફરોને એરપોર્ટ પર DRIની ટીમ દ્વારા ઓળખવામાં આવ્યા હતા અને તેમને અટકાવવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. તેમની શોધ દરમિયાન ડીઆરઆઈએ પેસ્ટ સ્વરૂપમાં 16.36 કિલો સોનું, સોનાના ટુકડાઓ અને જ્વેલરી મળી કુલ રૂ. 10.16 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:યુવકને જવું હતું લંડન, પહોંચ્યો પોલીસ સ્ટેશન

તેમણે કહ્યું કે દાણચોરીનું સોનું વહન કરતી 18 સુદાનની મહિલાઓ અને મુસાફરોની હિલચાલનું સંકલન કરતી એક ભારતીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે મોટા ભાગનું જપ્ત કરાયેલું સોનું શંકાસ્પદ મુસાફરોના શરીર પર છુપાયેલું મળી આવ્યું હતું, જેના કારણે કિંમતી ધાતુને શોધી કાઢવાનું અત્યંત મુશ્કેલ બન્યું હતું.

mumbai news mumbai airport mumbai police santacruz