10 May, 2023 07:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
૧૨ વર્ષની નાની બહેનનું કોઈ સાથે અફેર હોવાની શંકા રાખીને ૩૦ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા મોટા ભાઈએ તેની હત્યા કરી હતી. બહેનને ઉંમર મુજબ પહેલી વખત માસિક સ્રાવની શરૂઆત થઈ હતી, પરંતુ ભાઈને લોહીના ડાઘ જોઈને તેણે કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ગેરસમજ થઈ હતી. ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘બહેન તેનાં ભાઈ-ભાભી સાથે રહેતી હતી. માસિક સ્રાવ શરૂ થતાં તેનાં કપડાં પર ડાઘ પડ્યાં હતાં. બહેનને ભાઈએ આ વિશે પૂછતાં તે જાણકારીના અભાવે સરખો જવાબ આપી શકી નહોતી. પરિણામે ભાઈએ તેને માર મારવા ઉપરાંત જીભ, ચહેરા અને પીઠ સહિત ઘણા ભાગમાં ડામ આપ્યા હતા. બહેનને હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તપાસ દરમ્યાન તમામ વિગતો બહાર આવતાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. બહેનના મૃત શરીરને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.’