10 March, 2023 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્ટાર પ્લસના લોકપ્રિય ટીવી સીરિયલ `ગુમ હૈ કિસી કે પ્યાર મેં`ના સેટ પર શુક્રવારે સાંજે 4 વાગ્યે ભીષણ આગ લાગી. સીરિયલનો સેટ મુંબઈ ગોરેગાંવમાં છે. ત્યાં આસ-પાસ અન્ય સીરિયલનું પણ શૂટિંગ થઈ રહ્યું હતું. આગથી તે જગ્યાઓને પણ નુકસાન પણ પહોંચ્યું છે. ઘટનાસ્થળે 1 હજારથી વધારે લોકો હાજર હતા. આગ લાગવાની ઘટનામાં લાપરવાહીની વાત સામે આવી છે. સેટ પર ફાયર સેફ્ટીની કોઈપણ વ્યવસ્થા નહોતી. જ્યારે આગ લાગી તે સમયે બાળકોનો કોઈક સીન શૂટ થઈ રહ્યો હતો. આગની લહેરો જે અન્ય સીરિયના સેટ સુધી પહોંચી તેના નામ `તેરી મેરી દૂરિયાં` અને `અજૂની` છે.
પ્રૉડ્યૂસર અને પ્રૉડક્શન હાઉસ પર FIRની માગ
રાહતના સમાચાર એ છે કે આ આગની ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. આગ લાગવાની ઘટનાની માહિતી ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ આપી. તેમણે પ્રૉડ્યૂસર, ચેનલ અને પ્રૉડક્શન હાઉસ પર એફઆઈઆરની માગ કરી છે. આની સાથે જ ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર પર પણ કાર્યવાહી કરવાની માગ કરી છે.
સેટની બહારની જે તસવીરો આવી છે તેમાં આગની ઊંચી ઉઠતી લહેરો અને ધૂમાડો દેખાઈ રહ્યો છે. બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે અને અફરા-તફરીનો માહોલ છે.
આ પણ વાંચો : Mumbai : ઓમાનમાં નોકરી અપાવવાના નામે કરાયો દેહ વ્યાપાર, બે એજન્ટની ધરપકડ
ટીઆરપીની લિસ્ટમાં ટૉપ પર છે સામેલ
`ગુમ હૈ કિસી કે પ્યાર મેં` એક ડેલી સોપ છે. આમાં આયશા સિંહ, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા લીડ રોલમાં છે. ટીવી સીરિયલનું પ્રસારણ ઑક્ટોબર 2020માં શરૂ થયું. આને સ્ટાર પ્લસની સાથે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર બતાવવામાં આવે છે. ટીઆરપી લિસ્ટમાં આ સીરિયલ મોટેભાગે ટૉપ 10માં જગ્યા બનાવવામાં સફળ રહે છે.