Ghatkopar Hoarding Collapse: કાતિલ હોર્ડિંગે વધુ એકનો જીવ લીધો, હોસ્પિટલમાં પીડિતે તોડ્યો દમ

22 May, 2024 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ghatkopar Hoarding Collapse: હવે 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. વળી આ દુર્ઘટનમાં તો ઘાયલ થનારાઓની સંખ્યા 70થી પણ વધારે છે.

ઘાટકોપર હોડીંગ દુર્ઘટના

13 મેના રોજ થયેલા ઘાટકોપર હોર્ડિંગના કરુણ અકસ્માત (Ghatkopar Hoarding Collapse)માં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હવે ફરી એક ચોંકાવનારો આંકડો સામે માવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. 

મહાકાય હોર્ડીંગને નીચે લગભગ 97 લોકો દટાયા હતા, વળી આ ભયાનક ઘટનામાં 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. વળી આ દુર્ઘટનમાં તો ઘાયલ થનારાઓની સંખ્યા 70થી પણ વધારે છે.

તાજતેરમાં જેના મૃત્યુની માહિતી સામે આવી છે તેનું નામ રાજુ સોનવણે તરીકે સામે આવ્યું છે, પ્રાપ્ત માહિતી અનુસાર તેમની કેઇએમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 19 મેના રોજ KEM હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, એમ એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું.

આ પહેલા કુલ 16 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી 

સત્તાવાળાઓએ નિવૃત્ત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) જનરલ મેનેજર અને તેમની પત્ની સહિત 16 લોકોને મૃત જાહેર કર્યા હતા. મહાકાય હોર્ડિંગ તૂટી પડવાથી 75 લોકો ઘાયલ (Ghatkopar Hoarding Collapse) થયા હતા એવા પણ આંકડા આપવામાં આવ્યા હતા.

દુર્ઘટના (Ghatkopar Hoarding Collapse) બાદ તમામ પીડિતોને કેઈએમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી જ્યારે આ દુર્ઘટના બની તેના બીજા દિવસે ઇજાગ્રસ્તોને કેઇએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કારણકે અહીં તેમની પર ન્યુરોસર્જરી કરાવવાની જરૂર જણાઈ આવી હતી. 

આરોપી ભાવેશ ભીંડેની ધરપકડ કરવામાં આવી છે 

13 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં ધુળીયા તોફાન સાથે આવેલા જોરદાર પવનને કારણે છેડા નગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક મોટું હોર્ડિંગ પડી ગયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ હોર્ડિંગ ગેરકાયદેસર હતું અને 15 હજાર ચોરસ ફૂટથી વધુના વિસ્તારમાં લગાવવામાં આવ્યું હતું. 

આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું હતું.  જોકે, આ દુર્ઘટના (Ghatkopar Hoarding Collapse) બાદ 60 કલાક બાદ બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ મહાકાય અને જીવલેણ હોર્ડિંગ લગાવનાર એડવર્ટાઈઝિંગ ફર્મના ડાયરેક્ટર ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. અહીંની એક કોર્ટે તેને 26 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ત્યાં તે એક હોટેલમાં છુપાઈને બેઠો હતો.

જ્યારે આ દુર્ઘટના સામે આવી છે ત્યારબાદ તો કેટલીક એજન્સીઓ અને મિલકત માલિકોએ પોતે લગાવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કર્યા હતા. પરંતુ, શહેરમાં હજુ પણ કેટલાક ગેરકાયદે હોર્ડિંગ્સ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, સિવિક બોડીએ સોમવારે બે 20 x 30 ફૂટના હોર્ડિંગ્સ અને 15 બેનરો દૂર કર્યા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. આ સાથે જ આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે.

mumbai news mumbai ghatkopar Crime News mumbai crime news KEM Hospital