17 May, 2024 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પમ્પની છત પર પડ્યું હતું એટલે એ છત સાથે નીચે ફ્યુઅલ ભરાવવાની લાઇનમાં ઊભાં રહેલાં વાહનો પર બધો કાટમાળ પડ્યો હતો
ઘાટકોપર-ઈસ્ટમાં સોમવારે ડસ્ટ સ્ટૉર્મને કારણે ધરાશાયી થઈ ગયેલા ૧૨૦×૧૨૦ ફીટના તોતિંગ હોર્ડિંગનું વજન ૨૫૦ ટન એટલે કે ૨.૫ લાખ કિલો હોવાનું જાણવા મળ્યું છે. આટલું વજનદાર હોર્ડિંગ બાજુના પેટ્રોલ પમ્પ પર પડતાં પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ, ડીઝલ અને CNG ભરાવવા આવેલાં વાહનો ચગદાઈ ગયાં હતાં અને ૧૬ લોકોનાં મોત થયાં હતાં. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો છે કે જે રીતે નિયમોને ચાતરી એ હોર્ડિંગ ઊભું કરાયું હતું એ જ રીતે પેટ્રોલ પમ્પ માટે પણ નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો અને એને ઑક્યુપેશનલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી.