30 May, 2023 09:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં આર સિટી મૉલ (R City Mall) નજીક 28 માળની બિલ્ડિંગમાં 15મા માળે ફ્લેટ નંબર 1502માં એકાએક આગ લાગવાથી દોડા-દોડ થવા માંડી. આગ થકી કોઈ જાનહાનિ થઈ નથી પણ ફ્લેટની અંદરનો ઘણો બધો સામાન બળીને રાખ થઈ ગયો છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.
બીએમસીએ કહ્યું, "ઘાટકોપર વિસ્તારમાં આર સિટી મૉલ નજીક 28 માળની ઈમારતના 15મા માળે એક રૂમમાં આગ લાગી. ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. હજી સુધી કોઈના ઈજાગ્રસ્ત થવાની કોઈ સૂચના મળી નથી."
માહિતી પ્રમાણે, આજે લગભગ 7 વાગ્યાની આસપાસ વાધવા ટાવરની બ્લૂવર્ડ ઈમારતમાં આ આગ લાગી. ઈમારતમાં આગ લાગવાની માહિતી મળતા જ નજીકના ફાયર સ્ટેશનના કમાન્ડ સેન્ટરથી અનેક ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી અને આગ પર તરત કાબૂ મેળવવામાં આવ્યો.
આ પણ વાંચો : આ ટીવી શૉના સેટ પર લાગી આગ, એક્ટ્રેસ આશી સિંહે સેટ અંગે આપી મોટી અપડેટ
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફ્લેટની અંદર કયા કારણસર આગ લાગી તેની ખબર પડી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવી જોઈએ. જો કે, ફાયર વિભાગે આ મામલે હજી કોઈ અધિકારિક પુષ્ટિ કરી નથી.