16 November, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરાગ શાહ
ઘાટકોપર-ઈસ્ટના BJP-મહાયુતિના ઉમેદવાર પરાગ શાહે કામરાજ નગરમાં રૅલી કાઢી હતી. પરમેશ્વર કદમની ઉપસ્થિતિમાં કાઢવામાં આવેલી આ પ્રચારયાત્રામાં પરાગભાઈને નાગરિકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. રૅલીમાં તેમના પર પુષ્પવર્ષા કરીને, તેમની આરતી ઉતારીને વિજયી થવાના શુભાશિષ આપવામાં આવ્યા હતા.
અમે પણ મત આપી દીધો
મુંબઈની જેમ થાણેમાં પણ પોલીસ-ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ લાઇનમાં ઊભા રહીને પોસ્ટલ બૅલટ દ્વારા મતદાન કર્યું હતું. ચૂંટણીના દિવસે તેઓ ફરજ પર રહેવાના હોવાથી મતદાનની ફરજ બજાવવાનો તેમને ઍડ્વાન્સમાં જ મોકો આપવામાં આવે છે.
૩ વર્ષની ટેણકી ભરતનાટ્યમની તમામ મુદ્રામાં પારંગત
કેરલાના કોટ્ટાયમમાં રહેતી ધ્વનિ મુકેશ નામની ત્રણ વર્ષની કન્યા દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તાલીમ બહુ નાની ઉંમરથી લઈ રહી છે. આ નૃત્ય માટે જરૂરી બાવન મુદ્રાઓ સૌથી નાની ઉંમરે કરી શકવાનો ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ તેણે બનાવ્યો છે.