16 December, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૌર્ય સંચલન
ગીતાજયંતી નિમિત્તે ગઈ કાલે દાદર-વેસ્ટમાં છત્રપતિ શિવાજી મહારાજ પાર્કની બાજુમાં આવેલા રાજા બડે ચોક પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે કહ્યું હતું કે ‘વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વર્ષોના પ્રયાસથી અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. હિન્દુઓ માટે આ ગર્વની વાત છે, પણ આજે દેશભરમાં હિન્દુવિરોધી માહોલ જોવા મળી રહ્યો છે. બંગલાદેશની જેમ ભારતમાં પણ હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. હિન્દુઓ સંગઠિત થઈને સામનો કરવા સજ્જ થાય એ માટે દાદરમાં શૌર્ય સંલચન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦,૦૦૦ લોકો સામેલ થયા હતા.’