06 September, 2024 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ વખતે મોટી સંખ્યામાં ભક્તો દક્ષિણ અને મધ્ય મુંબઈમાં ગણપતિબાપ્પાનાં દર્શન કરવા જતા હોવાથી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST-બેસ્ટ) આવતી કાલથી ૧૬ સપ્ટેમ્બર સુધી રાતે ૧૦.૩૦થી સવારે ૬ વાગ્યા સુધી સ્પેશ્યલ બસ દોડાવશે. આ બસ દક્ષિણ અને મધ્ય મુંબઈથી શ્રદ્ધાળુઓને વેસ્ટર્ન અને ઈસ્ટર્ન સબર્બ્સ સુધી લઈ જશે.
કઈ બસ આખી રાત દોડશે?
બસ નંબર 4 : જેજે હૉસ્પિટલથી ઓશિવરા ડેપો
બસ નંબર 8: જિજામાતા ઉદ્યાનથી શિવાજીનગર
બસ નંબર A-21 : ડૉ. એસપીએમ ચોક (મ્યુઝિયમ)થી દેવનાર ડેપો
બસ નંબર A-25 : બૅકબે ડેપોથી કુર્લા ડેપો
બસ નંબર A-42 : કમલા નેહરુ પાર્કથી સૅન્ડહર્સ્ટ રોડ
બસ નંબર 44 : વરલી ગાવથી એસ. યશવંત ચોક (કાળા ચૌકી)
બસ નંબર 51 : ઇલેક્ટ્રિક હાઉસથી સાંતાક્રુઝ ડેપો
બસ નંબર 69 : ડૉ. એસપીએમ ચોક (મ્યુઝિયમ)થી પી. ટી. ઉદ્યાન-શિવડી
બસ નંબર 51 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કાળા કિલ્લા ડેપો, ધારાવી