એક જ વારમાં ગણેશોત્સવની પાંચ વર્ષની પરવાનગી મળશે

15 September, 2023 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે ગઈ કાલે મહત્ત્વનો નિર્ણય લીધો

ફાઇલ તસવીર

રાજ્યના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવની ઉજવણી હજારો સાર્વજનિક મંડળો દ્વારા કરવામાં આવે છે. તેમણે ગણેશોત્સવનું આયોજન કરવા માટે બીએમસીની પરવાનગી લેવી પડે છે. આ બાબતે રાજ્ય સરકારે ગઈ કાલે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. છેલ્લાં દસ વર્ષમાં તમામ નિયમ અને કાયદાનું પાલન કરનારા અને જેમની સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં ન આવી હોય એવાં ગણેશોત્સવ મંડળોએ પાંચ વર્ષમાં એક જ વખત બીએમસીની પરવાનગી લેવી પડશે એવી જાહેરાત ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગણેશોત્સવ મંડળના પ્રતિનિધિઓ અને મુખ્ય પ્રધાન વચ્ચેની બેઠકમાં એક અરજી પર બૉમ્બે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ પર ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં મુખ્ય પ્રધાને નગર વિકાસ વિભાગે મંડળોએ પાંચ વર્ષમાં એક જ વખત ગણેશોત્સવની ઉજવણી કરવાની પરવાનગી લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેનો અમલ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવથી કરવામાં આવશે.

ગણેશોત્સવ મંડળોના પ્રતિનિધિઓએ આ વિશે બાદમાં કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી માત્ર મુંબઈ જેવા મહાનગર જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં ગણેશોત્સવનું આયોજન કરનારાઓને રાહત થઈ છે. આથી દર વર્ષે પરવાનગી લેવામાં રાહત મળી છે. જોકે આ માટે બધાં મંડળોએ નિયમ અને કાયદાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે એના પર ધ્યાન આપવું પડશે.

ganpati ganesh chaturthi eknath shinde maharashtra news maharashtra brihanmumbai municipal corporation mumbai mumbai news