27 September, 2023 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
Ganesh visarjan 2023: દસ દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન થયા બાદ ગણપતિ બાપ્પા પોતાના ગૃહનગર તરફ પરત પ્રસ્થાન કરશે. મુંબઈકર્સ સાથે સાથે બીએમસી, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિત સરકારી કચેરીઓ પણ વાજતેગાજતે ગુલાલના રંગમાં રંગાઈને બાપ્પાને અલવિદા કહેવા માટે તૈયાર છે. વિસર્જનના દિવસે મુંબઈ શહેર અને સબર્બમાં મુખ્ય રસ્તાઓ બંધ રહેશે. આ સાથે જ વિસર્જન સમયે મુંબઈ પોલીસ બળની સંખ્યા પણ વધારવામાં આવી છે.
અનંત ચતુર્દશીના અવસરે મુંબઈ પોલીસની રજાઓ રદ કરવામાં આવી છે. મેડિકલ સમસ્યા સિવાય બાકી તમામ રજાઓ રદ કરવામાં આી છે. નગરપાલિકાના ચૌપટ્યા અને ઝીલ પર વિસર્જનની સંપૂર્ણ તૈયારી કરી છે. પોલીસે યાતાયાત માટે તમામ મુખ્ય વિસર્જન જુલૂસ માર્ગો સહિતના ક્ષેત્રની કેટલકી સડકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તો કેટલાક રોડ પર ગાડીઓના પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પરિવહન વિભાગ દ્વારા બંધ માર્ગો માટે વૈકલ્પિક માર્ગ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ કરવાની સાથે સાથે કેટલાક રસ્તાઓ પર ગાડીઓના પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ મુંબઈમાં આવતાં મોટા અને ભારે વાહનોની અવર-જવરા પણ રોક લગાવવામાં આવી છે. જોકે શાકભાજી, દૂધ અને આવશ્યક સેવાઓ પ્રદાન કરનારા વાહનોને આ પ્રતિબંધમાંથી બાકાત છે.
આ રસ્તાઓ રહેશે બંધે
ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈના આ મુખ્ય રસ્તાઓ બંધ રહેશે. નાથાલાલ પારેખ માર્ગ, કૅપ્ટન પ્રકાશ પેઠે માર્ગ, રામભાઉ સાલગાવકર માર્ગ, સીએસએમટી જંક્શનથી મેટ્રો જંક્શન, જે.એસ.એસ. રોડ, વિઠ્ઠલભાઈ પટેલ માર્ગ, બાબા સાહેબ જયકર માર્ગ, રાજારામ મોહનર રૉય રૉડ, કાવસજી પટેલ ટેંક રોડ , સંત સેના માર્ગ, નાનુભાઉ દેસાઈ રોડ, સરદાર વલ્લભભાઈ રસ્તા, પંડિતા રમાબાઈ માર્ગ, જગન્નાથ શંકરશેઠ માર્ગ, એમ.એસ. અલી માર્ગ, બી.જે માર્ગ, મિર્ઝા ગાલીબ માર્ગ, મૌલાના આઝાદ રોડ, બેલાસિસ રોડ, મોલાના શૌકત અલી રોડ, ડૉ. બી.એ. રોડ, ચિંચપોકલી જંકશનથી ગૅસ કંપની, ભોઈવાડા નાકાથી હિંદમાતા જંક્શન, કેઈએમ રોડ, સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ, ટિલક ઉડ્ડાણ પૂલ, 60 ફૂટ રોડ, માહિમ સાયન લિંદ રોડ, ટી.એચ. કટારિયા માર્ગ, માટુંગા લેબર કેમ્પ રોડ, એલ.બી.એસ. રસ્તા, ન્યુ મિલ રોડ અને સંત રોહિદાસ માર્ગ.